રાજ્યકક્ષાના મંત્રી આર.સી.મકવાણાના પુત્રનો ફાયરિંગ કરતો Video viral, લોકોમાં રોષ
રાજ્યકક્ષાના મંત્રી આર.સી.મકવાણાના પુત્રનો ફાયરિંગ કરતો Video viral, લોકોમાં રોષ
ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે.
Bhavnagar News: video viral થયા બાદ લોકોમાં અનેક સવાલો છે કે, સામાન્ય માણસ જ્યારે ફાયરિંગ કરે છે તો તેની સામે તરત જ એક્શન લેવામાં આવે છે તો મંત્રીના પુત્રને કોઇ સજા થશે કે નહીં.
ભાવનગર: રાજ્યના મંત્રીના પુત્રનો ફાયરિંગ (firing Video) કરતો વીડિયો વાયરલ થતા અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. ભાવનગરના (Bhavnagar news) મહુવાના ધારાસભ્ય અને મંત્રી આર.સી.મકવાણાના (R. C. Makwana son Amit Makwana firing video) પુત્ર અમિત મકવાણા (Amit Makwana) સિક્યુરીટી ગાર્ડના હથિયારથી હવામાં ફાયરિંગ કરતો હોય તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતમાં હવામાં ફાયરિંગ કરવુ ગુનો ગણાય છે, મહુવાના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી આર.સી. મકવાણાના પુત્ર અમિત મકવાણા હવામાં ફાયરિગ કરતા હોય તેવો વીડિયો હાલ ઘણો જ ફરી રહ્યો છે. જોકે, આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
લોકોમાં રોષ દેખાઇ રહ્યો છે
આ મામલે મંત્રીજીના પુત્ર સામે લોકોએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો છે. આ વીડિયો સાચો છે કે નહીં તે અંગે પૂછતાં મહુવા ડીવાયએસપી જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ અંગે તપાસ કરી સવારે જણાવવામાં આવશે. આ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઇ આવે છે કે, અમિત મકવાણા પિતાના સિક્યોરિટી ગાર્ડનીં બંદૂક લઇને હવામાં રોફથી ફાયરિંગ કરી રહ્યો છે. જે બાદ તેનો આખો ચહેરો પણ દેખાય છે. ત્યારે લોકોમાં અનેક સવાલો છે કે, સામાન્ય માણસ જ્યારે ફાયરિંગ કરે છે તો તેની સામે તરત જ એક્શન લેવામાં આવે છે તો મંત્રીના પુત્રને કોઇ સજા થશે કે નહીં.
રાજ્યના મંત્રીના પુત્રનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો.ભાવનગરના મહુવાના ધારાસભ્ય અને મંત્રી આર.સી.મકવાણાના પુત્ર અમિત મકવાણાનો વીડિયો.સિક્યુરીટી ગાર્ડના હથિયારથી હવામાં ફાયરિંગ કર્યું. pic.twitter.com/89avjM6kNn
થોડા દિવસ પહેલા પણ અંગલેશ્વરમાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો હતો. જેમા કાપોદ્રા વિસ્તારમાં રાત્રે એક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના, અખિલ ભારતીય સંત સમિતિ અને તૃષિકુલ ગોધામ દ્વારા યોજાયેલા શાકોત્સવ કાર્યક્રમમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં સ્થાનિકો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે અહીં નોટોનો વરસાદ પણ થયો હતો.
બીજી ચોંકાવનારી બાબત એ હતી કે, આ લોકડારામાં હવામાં ફાયરિંગ કરતા એક યુવકનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો.. આ યુવકે એક નહીં પણ 3-3 ધડાકા હવામાં કર્યા હતા. આ યુવક દ્વારા હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો. એક તરફ નોટોનો વરસાદ અને બીજી બાજુ હવામાં ફાયરિંગ થઈ રહ્યું હતું. વીડિયો વાયરલ થતા પોલીસે હવામાં ફાયરિંગ કરી રહેલાં યુવકનું નામ સામે આવતા ગુનો દાખલ કર્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર