Home /News /gujarat /

Kutch: કચ્છમાં ગાયોના મૃતદેહના ઢગલા થતાં મીઠું ખૂટયું 'ઇલેક્ટ્રિક સ્મશાન બનાવો'

Kutch: કચ્છમાં ગાયોના મૃતદેહના ઢગલા થતાં મીઠું ખૂટયું 'ઇલેક્ટ્રિક સ્મશાન બનાવો'

મોતનું

મોતનું પ્રમાણ વધતાં ઠેરઠેર મૃતદેહોના ખડકલા સર્જાયા

કચ્છમાં લમ્પી રોગનો કહેર વધતા ગાયોને દાટવા મીઠું પહોંચી શકતું નથી તે વચ્ચે ભુજની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી સમક્ષ ગૌ સેવકોએ ગાયો માટે ઇલેક્ટ્રિક સ્મશાન બનાવવા માંગ કરી હતી.

    Dhairya Gajara, Kutch: કચ્છમાં લમ્પી સ્કિન ડીસીઝનો (Lumpy Skin Disease) કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને ચોમાસુ (Kutch Monsoon) શરૂ થયા બાદ આ રોગનો ચેપ વધુ વકર્યો હોય તેમ ગાયો આ વાયરસની ચપેટમાં આવી રહી છે. તો સાથે જ આ રોગના કારણે ગાયોમાં મરણનું (Kutch Cows Death) પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. માંડવી અને મુન્દ્રા તાલુકા ઉપરાંત ભુજ તાલુકાના ડમ્પીંગ સ્ટેશનો (Bhuj Dumping Yard) ખાતે ગાયોના મૃતદેહના ખડકલા જોવા મળી રહ્યા છે. અનેક ગ્રામીણ વિસ્તારોમાં હવે લોકો ફરિયાદ કરી રહ્યા છે કે ગાયોને સમાધિ આપવા મીઠું ખૂટી રહ્યું  છે. તો અડધા દિવસની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પણ ગૌસેવકોએ ગાયો માટે ઇલેક્ટ્રિક સ્મશાન (Electric Crematorium for Cows) માટે રજૂઆત કરી હતી.

    કચ્છના છેવાડાના લખપત તાલુકાના કૈયારી ગામેથી એપ્રિલ મહિનામાં લમ્પી રોગના કેસ દેખાવાના શરૂ થયા હતા. તે સમયે પણ પશુપાલન વિભાગ દાવો કરી રહ્યો હતો કે આ રોગ જીવલેણ નથી અને તેનાથી વધારે ગાયોના મોત થતાં નથી. જો કે, તેના વિપરીત જેમ જેમ આ રોગ અન્ય તાલુકાઓમાં ફેલાવાનો શરૂ થયો તેમ તેમ આ રોગની તીવ્રતા વધતી ગઈ અને ગામડે ગામડે ગાયોના મોત થવાના શરૂ થયા. હાલ સરકારી આંકડા મુજબ જિલ્લામાં 1275 ગાયોની મોત થઈ હોવાનું પશુપાલન વિભાગે જણાવ્યું હતું.

    થોડા દિવસો પૂર્વે જ ભુજની ભાગોળે આવેલા નાગોર ડમ્પીંગ સ્ટેશન ખાતે ગાયોના મૃતદેહોના ખડકલા જોવા મળતા વાત આગની જેમ સમગ્ર જિલ્લામાં પ્રસરી હતી અને નગરપાલિકા તેમજ જિલ્લા તંત્ર દ્વારા ગાયોને દફનાવવાની કામગીરી કરવામાં આવી હતી. બાદમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવવામાં આવ્યું હતું કે એક દિવસ દફન કામગીરી બંધ હોવાથી આ ખડકલા ભેગા થયા હતા.

    Kutch: શા માટે ભુજંગદેવની પૂજા હવે રાજવી પરિવારોના બે અલગ-અલગ સમૂહો દ્વારા કરવામાં આવે છે? જાણો કહાણી

    આ પ્રકારના ખડકલા ભુજના ખત્રી તળાવ, મુન્દ્રા અને માંડવીના ગામડાઓમાં પણ જોવા મળતા તેના વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતા જેથી અનેક ગૌપ્રેમીઓની લાગણીઓ દુભાઈ હતી. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મંગળવારે ભુજની મુલાકાતે આવ્યા હતા અને નગરપાલિકા તેમજ સામાજિક સંસ્થાઓના સહકારથી ચાલતા લમ્પી આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી.

    આ મુલાકાત દરમ્યાન ગૌ સેવકોએ પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે મોટી માત્રામાં ગાયોની મોત થઈ રહી છે. તો સાથે જ માંગ કરી હતી કે સરકાર દ્વારા ગાયો માટે ઇલેક્ટ્રિક સ્મશાનની વ્યવસ્થા કરવામાં આવે જેથી ગાયોના મૃતદેહોની તાત્કાલિક નિકાલ થઈ શકે અને મૃતદેહોના ખડકલા સર્જાય નહીં.
    Published by:Santosh Kanojiya
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन