રાજકોટ : હવે તો ચેતો, સિવિલની કોરોના હોસ્પિટલ બહાર દર્દીને લઈ આવેલી એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી

રાજકોટ : હવે તો ચેતો, સિવિલની કોરોના હોસ્પિટલ બહાર દર્દીને લઈ આવેલી એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી
રાજકોટ : હવે તો ચેતો, સિવિલની કોરોના હોસ્પિટલ બહાર દર્દીને લઈ આવેલી એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી

તંત્ર ભલે દાવા કરતા હોય કે કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ છે

  • Share this:
રાજરોટ : તંત્ર ભલે દાવા કરતા હોય કે કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે. બીજી તરફ કોર્પોરેશન પણ દાવા કરી રહ્યું છે કે તેમની આરોગ્ય વિભાગની ટીમ તમામ જગ્યાઓ પર કામ કરી રહી છે પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના એટલો બધો વધી રહ્યો છે કે જેનું જીવતું જાગતું ઉદાહરણ આ વીડિયો પૂરો પાડે છે.

સરકાર અને તંત્ર ભલે દાવા કરતું હોય કે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે અથવા તો કોરોનાને લઈને તાત્કાલિક સારવાર મળી રહે છે. પરંતુ તાવ, શરદીસ, ઉધરસ તેમજ કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલની અંદર આવેલી કોરોના હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે પહોંચી રહ્યા છે. રાજકોટ શહેરમાં દરેક વિસ્તારમાં એમ્બ્યુલન્સના આંટાફેરા ખૂબ જ વધી ગયા છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં એમ્બ્યુલન્સના સાઇરનો સંભળાય રહ્યા છે જેના ઉપરથી બિલકુલ અનુમાન આવી શકે કે રાજકોટ શહેરમાં કોરોના તેમજ કોરોનાના લક્ષણો ધરાવતાં દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી છે અને લોકો એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે.આ પણ વાંચો - વેક્સીન રાજનીતિ પર PM મોદીએ કહ્યું- મોં ખોલીશ નહીં, કોરોનાને રોકવા માટે આપ્યા આ મંત્ર

આજે વીડિયો વાયરલ થયો છે. જેમાં એમ્બ્યુલન્સનું વેઇટીંગ છે તે દેખાઈ રહ્યું છે. આ વીડિયો સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કોરોના હોસ્પિટલના મુખ્ય દરવાજાથી લઇને ચૌધરી હાઇસ્કુલ તરફ જતા રસ્તા સુધીનો છે. એમ્બ્યુલન્સમાં મોટાભાગે દર્દીઓ કોરોના સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે અને અહીં તેમની સારવાર પણ કરવામાં આવી રહી છે ત્યારે હવે સ્મશાન ગૃહમાં અંતિમ વિધિના વેઇટિંગ બાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ થવા માટે પણ વેઇટિંગ ચાલી રહ્યું હોવાના વીડિયો પુરવાર થઇ રહ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એટલી હદે વધી છે કે હવે તબીબો પણ સારવાર આપવામાં અસમર્થ થયા છે અને તેની સીધી અસર દર્દીઓ તેમજ તેના પરિવારજનો પર પડી રહી છે.
Published by:Ashish Goyal
First published:April 09, 2021, 15:10 pm

ટૉપ ન્યૂઝ