રાજકોટ જિલ્લા પંચાયતમાં 14 હજારથી વધુ અને તાલુકા પંચાયતમાં 11 હજારથી વધુ મત નોટામાં પડયા

રાજકોટ જિલ્લા પંચાયતમાં 14 હજારથી વધુ અને તાલુકા પંચાયતમાં 11 હજારથી વધુ મત નોટામાં પડયા
પ્રતિકાત્મક તસવીર

નોટાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા

  • Share this:
રાજકોટ : રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટેની મતગણતરી યોજાઇ હતી. જેમાં ભાજપે જિલ્લા અને તાલુકા પંચાયતમાં જીત મેળવી હતી. સામાન્ય રીતે લોકો ઉમેદવાર અને પક્ષના કામકાજને પસંદ કરીને મતદાન કરતા હોય છે ત્યારે આ વખતે સૌથી વધુ મત ભાજપ ને મળ્યા છે. તો બીજી તરફ જોવા જઈએ તો ઘણા લોકો એવા પણ સામે આવ્યા છે કે જે કોઈપણ પક્ષના ઉમેદવારને મત આપવા નહોતા માંગતા મતગણતરી જ્યારે પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે એક ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે અને તે છે નોટાનો આંકડો.

રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકોમાં નોટાને 14523 મતો મળ્યા છે તો સાથે જ રાજકોટ તાલુકા પંચાયતની 11 સીટોમાં રાજકોટ તાલુકામાં 1381 મત, ઉપલેટાની 18 બેઠકો પર 850 મત, ધોરાજીની 16 બેઠકો પર 660 મત, લોધિકાની 16 બેઠકો પર 441 મત, જેતપુરની 20 બેઠકો પર 1710 મત, જામકંડોરણાની 16 બેઠક પર 620 મત, કોટડાસંગણીની 16 બેઠક પર 837 મત, વીંછીયાની 18 બેઠક પર 968 મત, ગોંડલની 22 બેઠક પર 991 મત, જસદણની 22 બેઠકો પર 1589 મત અને પડધરીની 16 બેઠક પર 824 મત નોટાને મળ્યા છે.આ પણ વાંચો - વલસાડ : કોંગ્રેસના મોટા માથાનો પરાજય પણ 23 વર્ષની કુંજાલી પટેલે ભવ્ય જીત મેળવી

મહત્વનું છે કે વિરાણી હાઇસ્કુલ ખાતે રાજકોટની જીલ્લા પંચાયતની 6 તો તાલુકા પંચાયતની 22 બેઠકોની ગણતરી કરવામાં આવી હતી. જીલ્લા પંચાયતની બેઠકની ગણતરી પૂરી થતા વિજેતા થયેલ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ જયઘોષ બોલાવ્યો હતો. બંને પક્ષના હજારો ટેકેદારો ઉમટી પડ્યા હતા.
Published by:Ashish Goyal
First published:March 02, 2021, 23:07 pm

ટૉપ ન્યૂઝ