પોરબંદર : પોરબંદર છાયા નગરપાલિકામાં ભાજપનો બહુમતી સાથે વિજય થયો છે. વોર્ડ નંબર 3માં ભાજપની પેનલનો વિજય થયો છે. આ વોર્ડમાં ભાજપના નેતા કેશુ સીડાની બે પત્નીઓ આમને-સામને હતી. એક પત્ની ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતા તો બીજી પત્ની કોંગ્રેસના ઉમેદવાર હતા. જેમાં ભાજપમાંથી ચૂંટણી લડેલા પહેલા પત્ની ઉષાબેન સીડાનો વિજય થયો છે.
પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કેશુ સીડાને બે પત્નીઓ છે. તેમની બંને પત્નીઓ રાજકારણમાં એક્ટિવ છે. તેની પ્રથમ પત્ની ઉષાબેન સીડા પોરબંદર નગરપાલિકાના વોર્ડ નંબર 3માંથી ભાજપના ઉમેદવાર હતા. તો તેમના બીજી પત્ની શાંતાબેન સીડા વોર્ડ નંબર 3માંથી કોંગ્રેસના ઉમેદવાર હતા. જેમાં ભાજપમાંથી ચૂંટણી લડેલા પહેલા પત્ની ઉષાબેન સીડાનો વિજય થયો છે.
આ પણ વાંચો - વલસાડ : કોંગ્રેસના મોટા માથાનો પરાજય પણ 23 વર્ષની કુંજાલી પટેલે ભવ્ય જીત મેળવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વોર્ડની ચૂંટણીનો કિસ્સો ઘણો ચર્ચામાં રહ્યો હતો. ગુજરાતના રાજકારણમાં ભાગ્યે જ આવી ઘટના જોવા મળે છે કે બે પત્નીઓએ અલગ અલગ પક્ષમાંથી દાવેદારી કરી હોય. કેશુ સીડા પ્રથમ પત્ની ઉષાબેનને જ સમર્થન આપી રહ્યાં હતા. કેશુ સીડા તેમની બંને પત્નીઓને જાહેરમાં સ્વીકારે છે. બીજી પત્નીથી તેમને બે સંતાનો પણ છે. તેમના પહેલા પત્ની ઉષાબેન જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. તો શાંતાબેન વોર્ડ આ જ વોર્ડમાં ગ્રામ પંચાયતમાં ચૂંટાયા હતા.