રાજકોટ: મોતના લાઇવ CCTV, યુવક ફોર્ચ્યુંન હોટલ પાછળ ઉભેલી કાર સાથે ટકરાયો અને...

યુવક કાર સાથે અથડાયો તે ક્ષણ

Rajkot news: સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવક દોડતો દોડતો આવે છે અને પાર્ક કરેલી કાર સાથે અથડાય છે. ત્યાર બાદ તે ત્યાં જ ઢળી પડે છે!

  • Share this:
રાજકોટ: રંગીલુ રાજકોટ ફરી એક વખત ગુનાખોરી મામલે ચર્ચામાં આવ્યું છે. શહેર ફરી એક વખત રક્તરંજિત બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો સીસીટીવી ફૂટેજ (CCTV footage)માં કેદ થયા છે. રક્તરંજીત બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ (Rajkot taluka police) દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો સાથે જ અજાણ્યા યુવકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ (Rajkot civil hospital) ખાતે આવેલા પીએમ રૂમે ખસેડવામાં આવી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે કે, આખરે યુવકનું મૃત્યુ કયા કારણોને લીધે થયું છે. આ અંગે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે યુવક દોડતો દોડતો આવે છે અને પાર્ક કરેલી કાર સાથે અથડાય છે. ત્યાર બાદ તે ત્યાં જ ઢળી પડે છે!

પ્રાપ્ત માહિતી અનુસાર 15મી સપ્ટેમ્બર બુધવારના રોજ રાત્રિના નવ વાગ્યાના અરસામાં એક યુવક દોડતો દોડતો ફોર્ચ્યુન હોટલના પાછળના ભાગમાં આવી એક મોંઘીદાટ કાર સાથે અથડાઈ છે. ત્યારબાદ તે પડી જતા તેનું મૃત્યુ નીપજે છે. જે સમગ્ર ઘટના ત્યાંથી પસાર થઈ રહેલી બે મહિલાઓ જુએ છે. મોંઘીદાટ કાર સાથે અથડાતા ફોર્ચ્યુન હોટલની પાછળ એક બાદ એક લોકો એકઠા થતાં પણ નજરે પડી રહ્યા છે.

સમગ્ર મામલે લોકોએ 108 તેમજ પોલીસને જાણ કરતા તાત્કાલિક અસરથી 108 ઇમરજન્સી સેવાનો કાફલો તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જય ધોળા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટના સ્થળે દોડી ગયેલા પોલીસ સ્ટાફે મૃતકની અંગ જડતી કરતાં મૃતકનાં શરીર પર કાપા જોવા મળ્યા હતા.



કોઈએ મૃતકને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યો હોય તેવું જણાઈ આવ્યું છે. યુવક જે જે તરફથી દોડતો આવતો હતો તે તરફના વિસ્તારના પણ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. હાલ પોલીસ મૃતકની ઓળખ મેળવવાની કવાયત પણ હાથ ધરી છે.

સામે આવેલા સીસીટીવી ફૂટેજ પરથી જાણી શકાય છે કે આ બનાવ 15મી સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યો બન્યો હતો. પોલીસ આ બનાવમાં વિવિધ કડીઓ મેળવી રહી છે.

(ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.)

Published by:Vinod Zankhaliya
First published: