વનરાજ વરસાદના કારણે માર્ગ પર,વીડિયોમાં સિંહ-સિંહણ દિવાલ કૂદતા દેખાયા

News18 Gujarati
Updated: June 28, 2019, 4:54 PM IST
વનરાજ વરસાદના કારણે માર્ગ પર,વીડિયોમાં સિંહ-સિંહણ દિવાલ કૂદતા દેખાયા
સિંહ સિંહણોનો દિવાલ કુદતો વીડિયો રાજુલા પંથકોનો હોવાનું અનુમાન છે.

વાહન ચાલક દ્વારા કેપ્ચર કરાયેલો વીડિયો રાજુલાનો હોવાનું અનુમાન, વીડિયોમાં રોડ ક્રોસ કરી દિવાલ કૂદતાં સિંહ-સિંહણ જોવા મળે છે.

  • Share this:
રાજન ગઢિયા, અમરેલી : આજે વહેલી સવારથી વરસી રહેલા વરસાદના પગલે અમરેલી જિલ્લામાં પણ મેઘ મહેર થઈ હતી. સારા વરસાદના લીધે અમરેલી જિલ્લાના અનેક ગામોમાં નદીઓમાં પાણી આવ્યા હતા. અમરેલી જિલ્લો એશિયાટિક સિંહોનું રહેઠાણ હોવાના કારણે વરસાદની સીધી અસર તેમના પર થતી હોય છે. વરસાદના કારણે વનરાજો જંગલ મૂકીને માર્ગ પર લટાર મારતાં જોવા મળ્યા હતા. એક વાહન ચાલક દ્વારા કેપ્ચર કરાયેલા વીડિયોમાં સિંહ- સિંહણ રોડ ક્રોસ કરી અને દિવાલ કૂદતા જોવા મળે છે.

આ વીડિયો અમરેલી જિલ્લાના રાજુલાનો હોવાનું અનુમાન છે. વીડિયોમાં સિંહ અને સિંહણ એક રોડ ક્રોસ કરે છે અને રોડની નજીક આવેલી વાડીની 8 ફૂટ જેટલી ઉંચી દેખાતી દિવાલ કૂદીને વાડીમાં જાય છે.

આ પણ વાંચો :  48 કલાક ભારે વરસાદની આગાહી ; વડોદરામાં વીજળી પડતા એકનું મોત, પાંચ દાઝ્યા

ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે ખાંભા પંથકમાં વરસાદના કારણે સિંહો ઉંચાણ વાળા વિસ્તાર તરફ જતા રહ્યાં હતા. એક વીડિયોમાં સિંહો ડુંગરની ટોચ તરફ જઈ રહ્યાં જોવા મળ્યા હતા. સિંહો ભારે વરસાદમાં ડુંગર અને તેની કોતરમાં આશરો મેળવતા હોય છે.

 

 
First published: June 28, 2019, 4:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading