ન્યૂઝ 18 ગુજરાતી : અમદાવાદ- રાજકોટ નેશનલ હાઇવેર અકસ્માતોને વણથંભી વણજાર થથાવત છે. આજે વહેલી સવારે અમદાવાદ-લીંબડી વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના મોત થયા થયા હતા જ્યારે 5 વ્યક્તિને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની વિગત એવી છે કે અમદાવાદ-લીંબડી હાઇવે નજીક કાનપરા પાટિયા આવેલું છે. કાનપરાના પાટિયા નજીક આજે વહેલી સવારે એક કાર અને ડમ્પર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયા હતા જ્યારે 5 વ્યક્તિને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતા પાણશિણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતની તપાસ હાથ ધરી હતી. મૃતકોના પોસ્ટમોર્ટમ માટે તેમના મૃતદેહને સરકારી દવાખાનામાં લઈ જવાની તજવીજ હાથધરી હતી.
ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલ સુધી લઈ જવામાં પોલીસે મદદ કરી હતી,
અમદાવાદ-રાજકોટ હાઇવે પર અવારનવાર અકસ્માતો થતા રહે છે. એક તરફ હાઇવેનું વાઇડનિંગ કામ શરૂ હોવાના કારણે અનેક ઠેકાણે ડાયવર્ઝન છે ત્યારે વાહનચાલકોની બેદરકારી અકસ્માતમાં પરિણમતી હોય છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર