દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં (Dwarka) ગઇકાલ સવારથી મેઘરાજા મહેરબાન (heavy rainfall) થયા છે. દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે જગતમંદિરના મુખ્ય શિખર પર ગઇકાલે વીજળી (lightning on Dwarka temlpe) પડતા લગાવેલા દંડને નુકસાન થયું હતું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં વાયુવેગે (viral viode) પ્રસરી રહ્યો છે. દ્વારકાધીશ શિખર ધ્વજ પર વીજળી પડવાના મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) પણ જાણકારી મેળવી હતી.
અમિત શાહે મેળવી જાણકારી
અમિત શાહે મંદિરના શિખર ધ્વજ પર વીજળી પડવા અંગે પ્રસાસન પાસેથી જાણકારી મેળવી હતી. મંગળવારે દ્વારકામાં વીજ દ્વારકાધીશના શીખર ધ્વજ પર પડતા ધ્વજાને નુકસાન થયું હતું. શિખર ધ્વજ પર વીજળી પડવાની ઘટનાને પ્રસાશને સમર્થન આપ્યું છે. સમગ્ર ગુજરાતમાં વીડિયો વાયરલ થતા અમિત શાહે પણ આ અંગે પ્રસાશન પાસેથી જાણકારી લીધી છે.
સ્થાનિકોની સાથે દેશવિદેશમાં રહેતા ગુજરાતીઓમાં આ ઘટનાએ ભારે ઉત્સુકતા જગાવી છે. તમામ લોકો આ ઘટનાને ભગવાન દ્વારકાધીશ તેમજ શકિત માતાજીની કૃપા જ માની રહ્યા છે. વરસાદી માહોલની સ્થિતિ જોતા આગામી બે -ત્રણ દિવસ ધ્વજાજીનું આરોહણ અડધી કાઠીએ થશે તેમ મંદિર વર્તુળોમાંથી જાણવા મળે છે.
લોકોમાં ચર્ચા પણ છે કે, સામાન્ય રીતે કોઈ ઈમારત પર વીજળી પડતા મોટું નુકસાન સર્જાતુ હોય છે. પરંતુ દ્વારકાધીશની કૃપાથી જગત મંદિર પર વીજળી પડવા છતાં માત્ર ધ્વજદંડ પરના દોરડા તુટયા હતા અને શિખર પરની ધ્વજાજી ફાટી જતા ક્ષતિગ્રસ્ત થયું હતું. આ ઉપરાંત મંદિરને કોઇ જ પ્રકારનું નુકસાન થયું નથી. મહત્ત્વનું છે કે, ભારે વરસાદને કારણે દ્વારકામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મંદિરની સીડીઓ ઉપર પણ પાણીનું વહેણ જોવા મળ્યું છે. જોકે ભારે વરસાદને લઈને યાત્રિકો અને ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. જેમા યાત્રિકો ગોંમતીઘાચ પર સ્નાન કરવા ઉમટી પડ્યા હતા. અને આ વીજળી પડવાની ઘટના બાદ મંદરિને કાંઇ ન થતા ભક્તોના મન પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર