Home /News /gujarat /વાંકાનેરમાં તમાકુ આપવાની ના પાડતા યુવાનની હત્યા, એલસીબી ટીમે બે આરોપીઓની ધરપકડ કરી

વાંકાનેરમાં તમાકુ આપવાની ના પાડતા યુવાનની હત્યા, એલસીબી ટીમે બે આરોપીઓની ધરપકડ કરી

વાંકાનેરના મચ્છુ નદીના પટમાં યુવાનનો માથું છુંદેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો

વાંકાનેરના મચ્છુ નદીના પટમાં યુવાનનો માથું છુંદેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો

    અતુલ જોશી, મોરબી : મોરબીના વાંકાનેરમાં એક યુવાનની હત્યા વ્યસનને કારણે થઇ હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે. મળેલી માહિતી પ્રમાણે વાંકાનેરના મચ્છુ નદીના પટમાં હસમુખભાઈ ધનજીભાઈ માંડલિયા નામના દેવીપુજક યુવાનનો માથું છુંદેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટીએ જ બનાવ હત્યાનો હોય પોલીસે ગુનો નોંધી હત્યાના બનાવની તપાસ કરી હતી

    હત્યાના બનાવ મામલે એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમે તપાસ ચલાવી હતી. જેમાં હત્યા કરનાર ઈસમો છગન કરશન વાઘેલા અને નરશી વલ્લભ વાઘેલાને ઝડપી લેવાયા છે. બંને આરોપી વાંકાનેરના છે.

    આ પણ વાંચો - કોરોના સામે કેદીઓનું સુરક્ષા કવચ, રાજકોટ જેલના કેદીઓએ 45 હજાર માસ્ક તૈયાર કર્યા

    આરોપીની પૂછપરછ કરતા ચોંકાવનારી કબુલાત આપી હતી કે તેમને તમાકુની તલપ લાગતા હસમુખભાઈ પાસે તમાકુ માંગી હતી. તેણે ના પાડતા બોલાચાલી કરી ઝઘડો કરી બંને ઇસમોએ યુવાનની હત્યા કરી દીધી હતી. વ્યસને એક યુવાનનો ભોગ લીધો છે જે બનાવ સમાજ માટે લાલબતી સમાન છે અન્ય આવા કોઈ બનાવ ન બને એ હેતુથી પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે.
    " isDesktop="true" id="979684" >
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन