હળવદમાં ખનીજચોરો પર એલસીબીનો સપાટો, એક કરોડના મુદામાલ સાથે ચારની ધરપકડ


Updated: September 26, 2020, 10:50 PM IST
હળવદમાં ખનીજચોરો પર એલસીબીનો સપાટો, એક કરોડના મુદામાલ સાથે ચારની ધરપકડ
હળવદમાં ખનીજચોરો પર એલસીબીનો સપાટો, એક કરોડના મુદામાલ સાથે ચારની ધરપકડ

હળવદના ટિકર ગામે બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા ખનીજ ચોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી

  • Share this:
અતુલ જોશી, મોરબી : મોરબી એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈની સૂચનાથી એલસીબી પીઆઈ વીબી જાડેજા સહિતની ટીમે આજે સવારથી જ હળવદ વિસ્તારમાં ખનીજ ચોરી કરતા માફિયાઓ પર તરાપ મારી છે. જેમાં હળવદના ટિકર ગામે બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા ખનીજ ચોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ટિકર નજીક આવેલી બ્રાહ્મણી નદીમાં હિટાચી મશીનો મૂકી સ્થાનિક પોલીસ તંત્ર અને ખનીજ વિભાગની મીઠી નજર હેઠળ વર્ષોથી ખનીજ મફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવી રહી છે.

આ મામલે ટિકર, મીયાણી સહિતના ગ્રામજનો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે. જોકે આજે અચાનક જ મોરબી એલસીબીએ હળવદ બ્રાહ્મણી નદીમાં દરોડા પાડી અને પાંચ હિટાચી મશીન સાથે ચાર આરોપીઓની એક કરોડથી વધુના મુદામાલ સાથે ધરપકડ કરી છે, હાલ એક પણ ડમ્પર કે ટ્રક પોલીસના હાથે આવેલ નથી. એલસીબી પોલીસે તમામ મુદામાલ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી હળવદ પોલીસમથકમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1417 કેસ નોંધાયા, 1419 દર્દી સાજા થયા, રિકવરી રેટ 84.90% થયો

ઉલ્લેખનીય છે કે ખનીજ માફિયાઓ દ્વારા વોટ્સએપ ગ્રૂપ ચલાવવામાં આવે છે જેના પરથી જ તંત્રની તમામ માહિતી માફિયાઓ સુધી પહોંચી જાય છે. હાલ મોરબી એલસીબી ટીમે કડક કાર્યવાહી કરી એક કરોડનો મુદામાલ જપ્ત કરી સખત કાર્યવાહી કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Published by: Ashish Goyal
First published: September 26, 2020, 10:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading