kutch news: શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) કચ્છના લખપત ગુરુદ્વારાના (Lakhpat Gurudwara) પ્રકાશ પર્વમાં વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendrabhai Patel) અને વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય પણ હાજર રહ્યા હતા. ઇતિહાસ, ખગોળશાસ્ત્ર તેમજ સિખ ધર્મમાં આ ગુરુદ્વારા એક ખાસ મહત્ત્વ ધરાવે છે.
કહેવાય છે કે આજથી અંદાજે 450 વર્ષ પહેલા ગુરુનાનક દેવ મક્કા તરફ પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે લખપતના આ સ્થળ પર રોકાયા હતા. ગુરુનાનક દેવનો જન્મસ્થળ ભારતના ભાગલા બાદ પાકિસ્તાનમાં રહ્યું અને તેમના જીવનના અંતિમ દિવસો જ્યાં પસાર થયા તે કર્તારપૂર સાહેબ પણ પાકિસ્તાનમાં છે. ગુરુનાનક દેવના જીવનને સંલગ્ન અન્ય સ્થળો ભારતમાં હાજર નથી જે કારણે આ સ્થળ સમગ્ર સીખ ધર્મમાં પ્રમુખ સ્થાન ધરાવે છે.
ગુરુ નાનકદેવ પોતાની વિશ્વ યાત્રા દરમ્યાન મક્કા તરફના પ્રવાસ વખતે જ્યારે અહીં રોકાયા હતા તે સમયના તેમના ચરણપાદુકા તેમજ તેમના હસ્તલિખિત એક ગ્રંથ પણ આ ગુરુદ્વારામાં હાજર છે. ભારતભરમાંથી સીખ ધર્મના લોકો ગુરુનાનક દેવની આ વસ્તુઓના દર્શન કરવા અહીં આવે છે.
લખપતના આ ગુરુદ્વારા ને 2001ના ભૂકંપમાં ભારે નુકશાની પહોંચી હતી જે બાદ આ ગુરુદ્વારાનું પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આ સ્થળને રાજ્યના પુરાતત્ત્વ વિભાગ દ્વારા પણ સુરક્ષિત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં સરેરાશે સીખ ધર્મના લોકો વસતી ખૂબ ઓછી છે ત્યારે લખપતમાં સારી સંખ્યામાં સીખ ધર્મના લોકો રહે છે.
હર વર્ષે વર્ષના અંતમાં આ ગુરુદ્વારામાં પ્રકાશ પર્વનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં સીખ ભાઈઓ-બહેનો જોડાય છે. આ વર્ષે આ ઉજવણીમાં વડાપ્રધાન મોદી પણ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર રહ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર