Home /News /gujarat /

લેડી ડોન ભુરીએ દીવમાં પુરૂષ મિત્ર સાથે ઝઘડો કરતા પોલીસે પકડી

લેડી ડોન ભુરીએ દીવમાં પુરૂષ મિત્ર સાથે ઝઘડો કરતા પોલીસે પકડી

લેડી ડોન ભુરીએ દીવમાં પણ આતંક મચાવ્યો હતો.

દીવ ગયેલી સુરતની લેડી ડોન ભુરી પાસેથી જડતીમાં એક ફૂટ લાંબું ચપ્પુ મળી આવ્યું.

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ : સુરતની કુખ્યાત લેડી ડોન ભુરી દીવમાં પોલીસના હાથ ઝડપાઈ છે. પોતાના પુરૂષ મિત્ર સાથે ફરવા ગઈ હતી. દરમિયાન પોતાના મિત્ર સાથે કોઈ મુદ્દે તકરાર થતા તેણે ઝઘડવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન નાગવા બીચ પર થયેલી આ માથાકુટની જાણ પોલીસને થતા પોલીસે બંનેને પકડી પાડ્યા હતા. ભુરીની ઝડતી લેતા સમયે પોલીસ ચોકી ઉઠી હતી કારણ કે તેની પાસેથી એક ફૂટ લાંબુ ચપ્પુ મળી આવ્યું હતું.

    દીવના નાગવા ખાતે અસ્મિતા જીલુભા ગોહિલ ઉર્ફે ભુરી ડોન પોતાના મિત્ર પ્રકાશ બામણિયા ઉર્ફે રાહુ દીવ ફરવા ગયા હતા. દરમિયાન પ્રકાશ અને ભુરીનો ઝઘડો થતાં મામલો બીચક્યો હતો. આ ઘટનમાં પોલીસે ભુરીને ઝડપી પાડતા તેનો ટ્રેક રેકોર્ડ સામે આવ્યો હતો. ભુરીનો ગુનાહિત ઇતિહાસ જોઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી. દીવ પોલીસે ત્યારબાદ સુરત પોલીસનો સંપર્ક સાધ્યો હોવાના અહેવાલ છે.

    આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

    લેડી ડોન ભુરી સુરતમાં અનકે ગુનાઓમાં સંડોવાયેલી છે. લુંટ, ખંડણી અને હત્યાના પ્રયાસ જેવા સંગીન ગુનાઓની આરોપી અસ્મિતા ઉર્ફે ભુરી દીવમાં પણ શાંત રહી શકી નહોતી.

    દીવમાંથી ઝડપાયેલી ભુરી અને તેનો મિત્ર રાહુલ


    ઉના તાલુકાના ગાંગડાની અસ્મિતા ગોહિલ નામની સીધી સાદી યુવતી આજે સુરતમાં લેડી ડોન ભુરી નામથી કુખ્યાત છે. આખા સુરત શહેરને તેણે માથે લીધું છે. ગુંડાગીરી, મારામારી અને ખુલ્લેઆમ તલવાર લઇ લોકોને ડરાવી રહી છે. આ પ્રકારનો વિડીયો વાયરલ થતા પોલીસે ભુરીની ધરપકડ કરી છે. ભુરીની પાછલી જિંદગી આજની લાઇફ કરતાં સાવ જુદી હતી. પિતા જીલુભાઇ વિરાભાઇ ગોહીલ આજે મજુરી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. અને સાવ સામાન્ય ઘરમાં રહે છે. ઘરના અન્ય સભ્યોમાં માતા જાનુબેન અને 7 ભાઇ ભાંડુઓમાં 6 દિકરી અને એકનો એક પુત્ર સૌથી નાનો છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Bhuri, Diu, Lady don, ડોન, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन