તરસ્યા કચ્છનો ટપ્પર ડેમ ફરી વખત નર્મદાનાં પાણીથી ભરાશે

કચ્‍છમાં પીવાના પાણીની મુશ્‍કેલીના કાયમી નિવારણ માટે ડેમ ભરવામાં આવશે.

 • Share this:
  મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ કચ્‍છમાં ઊભી થયેલી અછતની પરિસ્‍થિતિની ભુજ ખાતે જિલ્‍લાના વહીવટીતંત્ર સાથે ખાસ સમીક્ષા બેઠક કરી હતી. જેમાં મુખ્‍યમંત્રીએ ખેડૂતોને કૃષિ ક્રોપ ઇનપુટ સબસીડી પેટે કચ્‍છને ફાળવેલી રૂ. ૨૪૭ કરોડની ગ્રાંટમાંથી વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરી અછતગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતોનાં ખાતામાં પૈસા જમા થાય તે જોવા વહીવટીતંત્રને ખાસ સૂચના આપી હતી.

  કચ્‍છમાં પીવાના પાણીની મુશ્‍કેલીના કાયમી નિવારણ માટે દરિયાકાંઠાના મુંદરા, માંડવી ખાતે બે ડીસેલીનેશન પ્‍લાન્‍ટ નાખવા આગામી ૧૪મી જાન્‍યુઆરી મકરસંક્રાંતિ પહેલા રાજય સરકાર દ્વારા ટેન્‍ડર બહાર પાડી દેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. ચાલુ માસથી કચ્‍છને પાણી પૂરૂ પાડતાં મહત્‍વનાં ટપ્‍પર ડેમને નર્મદાના નીરથી ભરવાનું પણ જણાવ્‍યું હતું.

  આ પણ વાંચો: કચ્છમાં દુષ્કાળનાં પગલે ઢોરવાડાને મંજૂરી અપાઇ: આજથી શરૂ થશે

  શુક્રવારે કચ્‍છની મૂલાકાતે આવેલા મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ ભુજ ખાતે જિલ્‍લા વહીવટીતંત્ર સાથે અછત અંગેની સમીક્ષા બેઠક યોજીને કચ્‍છમાં ખાસ કરીને ઘાસની અને પશુઓ માટેની વ્‍યવસ્‍થાની રાજય સરકાર દ્વારા વિશેષ ચિંતા કરવામાં આવતી હોવાનું જણાવી ૨૦૧૬ અને ૨૦૧૭ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ૨૦૧૮માં ઓગષ્‍ટ માસ પૂર્ણ થતાં જ કચ્‍છમાં અછતનું કામ શરૂ કરી દેવામાં આવ્‍યું છે, તેમ જણાવી અગાઉ ૮૦ લાખ કીલોમાં આખું અછત વર્ષમા અપાતાં ઘાસ સામે ચાલુ ૨૦૧૮ના વર્ષમાં ૪.૫૦ કરોડ કીલો ઘાસ આપી હજી જુલાઇ સુધી ઘાસ અપાશે”

  આ પણ વાંચો : કચ્છ: દુષ્કાળની પરિસ્થિતિ, ભૂખમરાથી હાડપિંજર થયા પશુઓ

  તેમણે કહ્યું કે, અત્‍યાર સુધીમાં કચ્‍છમાં બાવન ઢોરવાડાની (કેટલ કેમ્પ)મંજૂરી અપાઇ તેમજ હજી પણ રજીસ્‍ટર્ડ સંસ્‍થા વધુ ઢોરવાડા ખોલવા માંગતી હશે તેને મંજૂરી આપીશું. આ ઉપરાંત, કચ્‍છમાં પીવાના પાણીના આયોજન કરી જૂલાઇ સુધી પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે નર્મદાના નીરથી ફેબ્રુઆરી અંત સુધી ભરી દેવા સાથે ચાલી રહેલા કામો પણ પૂરા કરીને પીવાના પાણીની કોઇ મુશ્‍કેલી નહીં અનુભવવી પડે.”

  તેમણે કહ્યું કે, કચ્‍છમાં ૫૦-૫૦ એમએલડીનાં બે ડીસેલીનેશન પ્‍લાન્‍ટ નાંખવા એક-એક પ્‍લાન્‍ટ ૫ કરોડ લીટર પાણી પૂરૂ પાડવાની ક્ષમતાવાળા આ પ્‍લાન્‍ટ થકી ખારૂ પાણી મીઠું કરવામાં આવતાં કુલ ૧૦ કરોડ લીટર પીવાનું પાણી કચ્‍છને આવનારા સમયમાં મળતું થશે.

  કચ્‍છમાં ડીસેલીનેશન પ્‍લાન્‍ટ વધુ નાખવા બે-ત્રણ સાઇટની વિચારણા ચાલી રહી હોવાનું જણાવી મુખ્‍યમંત્રીએ માંડવી-મુંદરામાં ઉપરાંત લખપત પાસે આવો પ્‍લાન્‍ટ નાખવા સરકાર વિચારી રહી હોવાનું પણ જણાવ્‍યું હતું.

  ઉપરાંત નરા ડેમ બેઝીનમાં ૩૦૦ એકરમાં ઘાસચારા વાવેતર હાથ ધરવા સ્‍વામિનારાયણ સંસ્‍થા તેમજ એનજીઓના સહયોગથી લખપત તાલુકામાં ઘાસવાવેતર ક્ષેત્રે થયેલી કામગીરીની પ્રગતિનો ચિતર અપાયો હતો.
  Published by:Kaushal Pancholi
  First published: