Home /News /gujarat /Video: દરિયામાં આસાનીથી તરી જાય છે કચ્છના 'ખારાઈ ઊંટ', તેમના દૂધની વિશેષતા જાણી થશે આશ્ચર્ય
Video: દરિયામાં આસાનીથી તરી જાય છે કચ્છના 'ખારાઈ ઊંટ', તેમના દૂધની વિશેષતા જાણી થશે આશ્ચર્ય
કચ્છમાં ભચાઉ તાલુકાના ચિરઈથી વોન્ધ, જંગી, આંબલીયારા અને સુરજબારી સુધીના દરિયાઈ ખાડીના વિસ્તારમાં ખરાઇ ઊંટ જોવા મળે છે.
આજે Gujarat Information ના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી 'ખારાઈ ઊંટ'નો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ 30 સેકન્ડના વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે ઊંટનો એક ઝુંડ દરિયામાંથી પસાર થઇ રહ્યું છે.
ગુજરાતના કચ્છ જિલ્લા (Kutch District)માં જોવા મળકા ઊંચ (Kharai Camel) જે દરિયાના ઊંડા અને ખારા પાણીમાં તરી શકે છે. આખા ભારતમાં ક્યાંય આવા ઊંટ (Kharai Camel In Kutch) જોવા મળતા ના હોવાથી આ ઊંટની પ્રજાતિઓને પ્રકૃતિનો કરિશ્મો માનવામાં આવે છે. દરિયાના ખારા પાણીમાં ઊંટ તરવાને કારણે સ્થાનિક ભાષામાં તેને 'ખારાઈ ઊંટ' કહેવામાં આવે છે. હાલમાં તેમની સંખ્યા લગભગ 1500ની આસપાસ હોવાનું મનાય છે.
દરિયાના પાણીમાં તરવા અને ગમે ત્યાં ફરવા માટે સક્ષમ ઊંટ માટે તેમનો પ્રિય ખોરાક દરિયાની મધ્યમાં આવેલા ટાપુઓ પર જોવા મળતા મેન્ગ્રોવના વૃક્ષોના પાંદડા છે. આ કારણોસર આ ઊંટ તેમના ખોરાક માટે સમુદ્રમાં તરીને મહિનાઓ સુધી દૂરના ટાપુઓ પર રહે છે. કચ્છ જિલ્લામાં અબડાસા, લખપત, મુન્દ્રા તાલુકાઓ ઉપરાંત ભચાઉ-સૂરજબારી પ્રદેશમાં દરિયા કિનારે ઊંટ પાળનારાઓ (માલધારીઓ)ની વસાહતો આવેલી છે.
આજે Gujarat Information ના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી 'ખારાઈ ઊંટ'નો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ 30 સેકન્ડના વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે ઊંટનો એક ઝુંડ દરિયામાંથી પસાર થઇ રહ્યું છે. આ ટ્વીટના કેપ્શનમાં લખ્યું છે કે- ગુજરાતના આ કલ્પિત પ્રાણીને જાણો - ખરાઈના ઊંટ, વિશ્વની એકમાત્ર ઊંટની પ્રજાતિ જે દરિયામાં લાંબા અંતર સુધી તરી શકે છે અને ખારા મેન્ગ્રોવ્સ પર ખીલે છે. તેનું દૂધ ડાયાબિટીસને મટાડે છે અને તેનો ઉપયોગ કરવાથઈ વાળ મુલાયમ રહે છે.
જણાવી દઇએ કે, કચ્છમાં ભચાઉ તાલુકાના ચિરઈથી વોન્ધ, જંગી, આંબલીયારા અને સુરજબારી સુધીના દરિયાઈ ખાડીના વિસ્તારમાં ખરાઇ ઊંટ જોવા મળે છે. અહીં ખરાઇ ઊંટની સંખ્યા 1500 જેટલી રહેલી છે. અને પશુપાલક તરીકે રબારી અને જત પરિવારના લોકો તેની સારસંભાળ રાખે છે. ખરાઇ ઊંટની આ પ્રજાતિનો મુખ્ય ખોરાક દરિયામાં ઉગતા ચેરીયા નામનું વૃક્ષ છે અને તેને ચરવા માટે દરિયાની અંદર જવું પડે છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર