હજારો જીવ બચાવનાર પાયલટ સંજય ચૌહાણને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય

News18 Gujarati
Updated: June 7, 2018, 4:41 PM IST
હજારો જીવ બચાવનાર પાયલટ સંજય ચૌહાણને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય

  • Share this:
કચ્છના મુંદ્રા ના બેરાજા નજીક બે દિવસ પૂર્વે ભારતીયવાયુસેનાનું વિમાન ક્રેશ થવાની દુખદ ઘટના બની હત. આ ઘટનામાં એવું બન્યું હતું કે જામનગર એરફોર્સ સ્ટેશનના વડા સંજય ચૌહાન રૂટીન ફ્લાઈટ પ્રેક્ટીસ કરી રહ્યા હતા. દરમિયાન જગુઆર પ્લેનમાં કોઈ ખામી સર્જાતા બે ગામના લોકોનો જીવ બચાવવા જામનગર એરફોર્સ સ્ટેશનના જાંબાજ શહીદ એરકોમોડોર સંજ્ય ચૌહાન જગુઆરને સીમ વિસ્તાર સુધી લઇ ગયા હતા..જ્યાં જગુઆર પ્લેન ક્રેશ થઇ જતા એરકોમોડોરને ગંભીર ઇજાઓ પહોચી હતી. જોકે, સારવાર કારગત નીવડે તે પૂર્વે જ થોડી જ ક્ષણોમાં તેમને દમ તોડી દીધો હતો.

કચ્છના મુંદ્રાના બેરાજામાં ગઇ કાલે મંગળવારે એરફોર્સનું જગુઆર એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. જેને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ એરક્રાફ્ટે જામનગરમાંથી ઉડાન ભરી હતી. પ્લેન ક્રેશમાં પાયલટ એર કોમોડોર સંજય ચૌહાણ શહીદ થયા હતાં. આ દૂર્ઘટનામાં 10થી વધારે પશુઓના પણ મોત થયા હતાં.

ભૂજથી મુંદ્રા જઇ રહેલા માર્ગ પર એર કોમોડોર સંજય ચૌહાણ વિમાન તૂટતી વખતે ઇજેક્ટ કરીને પેરાશૂટની મદદથી પોતાનો જીવ બચાવી શકતા હતાં. પરંતુ તો તેમણે આવું કર્યું હોત તો વિમાન રહેવાસી વિસ્તાર પર પડી શકતું હતું. તેમણે જાનહાની ન થાય એટલે સીટ ન છોડી અને પોતાની જાન ગુમાવી દીધી.

જય ચૌહાણ ઉત્તરપ્રદેશ લખનઉના રહેવાસી હતાં. એરકમોડોર સંજય ચૌહાણ વાયુસેનાના સિનિયર અધિકારી હતાં. તેઓ સ્ટેશન કમાન્ડર હતાં. એર કોમોડોર રેંક આર્મીની બ્રિગેડિયર રેંક સમાન હોય છે. સંજયને આ દૂર્ઘટનામાં ગંભીર ઇજાઓ થઇ હતી અને પછી તેમનું મૃત્યું નીપજ્યું હતું.

મૂળ લખનૌ ઉતરપ્રદેશના સંજય ચૌહાનનું નિધન થતા આજે સવારે જામનગરના સમાજ સેવક મહાવીર દળ સંચાલિત આદર્શ સ્મશાન ખાતે તેમની અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની અંતિમ સંસ્કારની વિધિ સૈન્યના સન્માન સાથે કરવામાં આવી જ્યાં તેમના પરિવાર ઉપરાંત આર્મી,એરફોર્સ અને નેવીના ઉચ્ચ અધિકારીઓની હાજર રહ્યાં હતા. એર કોમોડોર સંજયચૌહાનને ગાર્ડ ઓફ ઓનર આપી તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. સંજયના દેહને પંચમહાભૂતમાં વિલીન થતો જોઈ અને હાજર સૌ કોઈની આંખો માં ગમગીની ની છાયા જોવા મળી હતી.

જામનગરુ એરફોર્સ સ્ટેશનના એર કોમોડોર સંજયની શહીદી ને બિરદાવી હતી. ગામડામાં કોઈ જાનહાનિ ના થાય તે માટે તેમને પોતાનું બલિદાન આપી દીધું હતુ અને પ્લેનને ગામમાં ક્રેશ થવા દીધો નહતો. તે ઉપરાંત તેમને એક યુવાન પાયલોટની જીદગી પણ બચાવી છે. દેશની સેવા કરનાર દરેક જવાનનું એકસ્વપ્ન હોય છે કે તેઓ દુશમન સામે જંગ લડતા શહીદ થાય તેવી રીતે આ સંજય ચોહાણે ગામ લોકોને બચાવીને પોતે સહાદત વહોરી છે.જામનગર ના સ્મશાન માં દેશ ના એક જવાન નો દેહ પંચભુત માં વિલીન થયો ત્યારે ગાર્ડ ઓફ ઓનર આપી પુરા માં સન્માન સાથે વીરની સહાદત ને સલામી આપી હતી.
First published: June 7, 2018, 4:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading