Home /News /gujarat /Kutch: કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નારિયેળમાં રહેલા જીવલેણ તત્વો શોધવાની પદ્ધતિનું નિર્માણ કર્યું

Kutch: કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નારિયેળમાં રહેલા જીવલેણ તત્વો શોધવાની પદ્ધતિનું નિર્માણ કર્યું

X
કચ્છ

કચ્છ યુનિવર્સિટી દ્વારા બે સંશોધનને પેટન્ટ કરવામાં આવી

કચ્છ યુનિવર્સિટીના રસાયણ વિજ્ઞાન વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા નારિયેળમાં રહેલા જીવલેણ તત્વોને ચકાસવાની ઝડપી પદ્ધતિ શોધી કાઢી હતી જેને યુનિવર્સિટી દ્વારા પેટન્ટ કરાવવામાં આવ્યું છે.

Dhairya Gajara, Kutch: કચ્છ યુનિવર્સિટી (Kutch University) વખતો વખત પોતાના સંશોધન દ્વારા સમાજને અને વિશ્વને કંઇક નવું આપતી રહી છે. તો હાલમાં જ કચ્છ યુનિવર્સિટી દ્વારા પોતાના શિરે નવી બે સિદ્ધિ હાંસલ કરી છે. યુનિવર્સિટીના રસાયણ વિજ્ઞાન (Kutch University Chemistry Department) વિભાગના છાત્રો દ્વારા ઘઉંની ગુણવત્તા ચકાસવા (Wheat Quality Determination) અને નારિયેળમાં રહેલા જીવલેણ તત્વો (Monocrotophos Residue in Coconut) ચકાસવાની રેપિડ મેથડ શોધી કાઢી છે. આ બંને સંશોધનને યુનિવર્સિટી દ્વારા પેટન્ટ (Kutch University Patent) પણ કરાવવામાં આવ્યું છે.

ત્રણ મહિના પહેલા જ કચ્છ યુનિવર્સિટીના રસાયણ વિજ્ઞાન વિભાગના બે વિદ્યાર્થીઓ દ્વારા સંશોધન કરાયેલ ઘઉંની ગુણવત્તા ચકાસવાની પદ્ધતિ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (Food Corporation Of India) દ્વારા પસંદ કરવામાં આવી હતી. તો વિભાગના જ અન્ય બે વિદ્યાર્થીઓ મનાલી ગોસ્વામી અને નરેન્દ્ર ચુડાસમા દ્વારા નારિયેળમાં રહેલા મોનોક્રોટોફોસ તત્વોને ચકાસવાની રેપિડ મેથડ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો- વડોદરામાં બે વાહનચાલકો ફુલસ્પીડમાં અથડાયા

મોનોક્રોટોફોસ નામનું રાસાયણિક ખાતર ભારતમાં નિષેધ છે. પણ નારિયેળના ઝાડ પર સફેદ જીવાત ન પડે તે માટે ખેડૂતો દ્વારા આ પદાર્થનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નારિયેળના ઝાડોને મૂળમાંથી અપાતું આ રાસાયણિક ખાતર નારિયેળ પાણીમાં પણ મળી આવે છે જે કેન્સરનું કારણ પણ બને છે અને તે કારણે જ આ ખાતરના વપરાશ પર રોક લગાવવામાં આવી છે. પણ વ્હાઈટ ફ્લાય નામના જીવાતથી બચવા ખેડૂતો ગેરકાયદેસર રીતે આનો ઉપયોગ કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓના સંશોધનમાં જાણવા મળ્યું હતું કે છ મહિના અગાઉ અપાયેલા મોનોક્રોટોફોસના લક્ષણો નારિયેળ પાણીમાંથી મળી આવ્યા હતા. તો આ દિશામાં એક વર્ષ સુધી કામ કરી અને 200 જેટલા સેમ્પલ લઈ, વિદ્યાર્થીઓ દ્વારા નારિયેળ પાણીમાં મોનોક્રોટોફોસના લક્ષણો ચકાસવાની રેપિડ પદ્ધતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- જર્જરિત આંગણવાડીઓમાં ભયના ઓથાર હેઠળ ભણતું દેશનું ભાવિ

ઉલ્લેખનીય છે કે રસાયણ વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. બક્ષી અને પ્રોફેસર ડૉ. રામના માર્ગદર્શન હેઠળ ચાલેલા આ સંશોધનને યુનિવર્સિટી દ્વારા પેટન્ટ કરાવવામાં આવી છે. ઘઉંની ગુણવત્તા ચકાસવાની પદ્ધતિને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દ્વારા દેશભરમાં લાગુ કરાશે તો સાથે જ નારિયેળનું સંશોધન પણ પેટન્ટ થતાં હવે આ પદ્ધતિ થકી યુનિવર્સિટી આવક ઊભી કરી શકશે.
First published:

Tags: Kutch, Kutch district, Kutch Samachar, કચ્છ સમાચાર