Home /News /gujarat /

ધોરણ 12 પરિણામ: ટ્રકચાલકની દીકરીએ સરકારી શાળામાં અભ્યાસ કરી 90 ટકા મેળવ્યા

ધોરણ 12 પરિણામ: ટ્રકચાલકની દીકરીએ સરકારી શાળામાં અભ્યાસ કરી 90 ટકા મેળવ્યા

ઝરપર ગામની સરકારી શાળામાં અભ્યાસ કરી કાજલે મેળવ્યા 90 ટકા

મુન્દ્રા તાલુકાના ઝરપર ગામના રહેવાસી અને ટ્રક ચલાવી ઘરનું ગુજરાન ચલાવનારની પુત્રીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 90 ટકા સાથે A1 ગ્રેડ મેળવી પરિવારનું નામ રોશન કર્યું હતું.

    Dhairya Gajara, Kutch: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ (Gujarat Secondary and Higher Secondary Board) દ્વારા ગત માર્ચ અને એપ્રિલ મહિના દરમ્યાન લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું (GSEB Class 12 Result) પરિણામ આજે શિક્ષણ બોર્ડ (Gujarat State Board) દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. કચ્છભરમાંથી કુલ 52 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ (Class 12 A1 Grade) મેળવી પોતાની મહેનતને સાર્થક કરી છે. તો કચ્છના મુન્દ્રા (Mundra Kutch) તાલુકાના એક નાનકડા ગામના એક ટ્રક ચાલકની પુત્રીએ 90 ટકા મેળવી પરિવારનું નામ રોશન કર્યું હતું.

    કદમ ડગમગતા હોય તેને રસ્તો નથી જડતો અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. મુન્દ્રાના નાનકડા ઝરપર ગામની કાજલ રબારીએ આ પંક્તિને સાર્થક કરી દેખાડી છે. ઝરપર ગામની જ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરી કાજલે ધોરણ 12 ની પરીક્ષામાં 700 માંથી 631 ગુણ મેળવી 90.14 ટકા સાથે A1 ગ્રેડ મેળવ્યું છે.

    કાજલના પરિવારમાં તેના માતા પિતા અને દાદા દાદી ઉપરાંત બે નાના ભાઈ બહેન પણ છે. કાજલના પિતા સાઘણભાઈ રબારી વ્યવસાયે એક ટ્રક ચાલક છે અને ટ્રક ચલાવી પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે. એક મધ્યમ વર્ગના પરિવારની દીકરીએ બોર્ડની પરીક્ષામાં પહેલી હરોળમાં પોતાનું સ્થાન બનાવતા પરિવારમાં ખુશીનો માહોલ જામ્યો હતો.

    આ મુદ્દે News18 સાથે ખાસ વાતચીત કરતા કાજલબેન રબારીએ પણ આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમણે સરકારી શાળામાં અભ્યાસ કર્યું છે અને તેમની સફળતા પાછળ શાળાના શિક્ષકોને શ્રેય જાય છે. કાજલ એવા અસંખ્ય દખલાઓમાંથી એક છે કે શિક્ષણમાં પ્રગતિ કરવા ખાનગી શાળાઓ અને લાકડા જેવી ફી વસૂલતા ટ્યુશન ક્લાસમાં જવાની જરૂર નથી, સરકારી શાળામાં અભ્યાસ કરીને પણ વિદ્યાર્થીઓ સફળતાના શિરે પહોંચી શકે છે.

    આ પણ વાંચો: વેલ્ડીંગ કામ કરતા પિતાના પુત્રએ ખેલ મહાકુંભમાં કુસ્તીમાં મેદાન માર્યું, હવે ખેલો ઈન્ડીયામાં રમશે 

    "શાળામાં શિક્ષકોએ વર્ષના શરૂઆતથી જ મહેનત કરી વિદ્યાર્થીઓ પાસેથી પણ મહેનત કરાવવાની શરૂઆત કરી હતી. તો શિક્ષકોના માર્ગદર્શન સાથે તેમના દ્વારા અપાતા પેપર સોલ્વ કરી પરીક્ષા માટે તૈયારીઓ કરી હતી. અન્ય વિદ્યાર્થીઓને પણ એ જ સલાહ આપીશ કે પરીક્ષાની રાહમાં ન બેસજો અને શરૂઆતથી જ મહેનત કરી સકારાત્મક વલણ રાખજો જેથી પરીક્ષાના સમયે તમને પોતાના પર અને પોતે કરેલા અભ્યાસ પર વિશ્વાસ આવે," તેવું કાજલે કહ્યું હતું.

    કાજલે જણાવ્યું હતું કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ બાદ હવે આગળ ભુજની કોઈ સારી મહાવિદ્યાલય ખાતેથી સ્નાતક કરવા ઈચ્છે છે અને તે બાદ કોઈ મોટી કંપની અથવા બેંકમાં સારી પોસ્ટ પર નોકરી મેળવી પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन