કચ્છ: ઘર કંકાસ, પત્નીએ પુત્ર અને પતિને ખોરાકમાં આપ્યું ઝેર

News18 Gujarati
Updated: November 15, 2018, 7:56 AM IST
કચ્છ: ઘર કંકાસ, પત્નીએ પુત્ર અને પતિને ખોરાકમાં આપ્યું ઝેર
પત્નીએ ઘરકંકાસને લઈ પતિ અને પુત્રના ખોરાકમાં ધેરી પદાર્થ ભેળવી મારી નાખવાની કોશિસ કરી

પત્નીએ ઘરકંકાસને લઈ પતિ અને પુત્રના ખોરાકમાં ધેરી પદાર્થ ભેળવી મારી નાખવાની કોશિસ કરી

  • Share this:
દરેક ઘરમાં પતિ-પત્ની વચ્ચે ક્યારેક તો નાનો-મોટો ઘર કંકાસ રહેતો હોય છે, પરંતુ ક્યારેક આ ઘર કંકાસ એટલી હદે વધી જતો હોય છે કે, માણસના જીવ પર આવી પડે છે. આવી જ એક ઘરકંકાસની ઘટના કચ્છના અંજારમાંથી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અંજારના શનીમંદિર નજીક એક ઘરમાં ઘર કંકાસને લઈ પત્નીએ પોતાના પુત્ર તથા પતિને ખોરાકમાં ઝેર આપી મારી નાખવાની કોશિસ કરી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ઘટના બાદ પતિ તથા પુત્રની હાલત ગંભીર થતા બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પત્નીએ ઘરકંકાસને લઈ પતિ અને પુત્રના ખોરાકમાં ધેરી પદાર્થ ભેળવી મારી નાખવાની કોશિસ કરી છે. પતિએ અને પુત્રએ ઝેરી ખોરાક આરોગ્ય બાદ તેમની તબીયત અચાનક લથડવા લાગતા, તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં પતિએ પત્ની સામે ખોરાકમાં ઝેર ભેળવી મારી નાખવાની કોશિસ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

અંજાર પોલીસે પતિની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ મુદ્દે પોલીસે પત્નીની પૂછપરછ હાથ ધરી, પાડોસીઓની પણ પૂછપરછ હાથ ધરી હકીકત જાણવાની કોસિસ શરૂ કરી છે.
First published: November 14, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading