ન્યૂઝ 18 ગુજરાતી : કચ્છ જિલ્લાનો પ્રત્યેક વિદ્યાર્થી વૃક્ષ વાવશે જ નહિં પણ તેનું કાળજીપૂર્વક જતન કરી પરિવારના સભ્યની જેમ ઉછેર કરી કચ્છ ધરાને લીલીછમ બનાવવા અંગે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી.એન. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નિર્ધાર કરાયો હતો. ગત બુધવારે ભુજ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં મળેલ બેઠકમાં જિલ્લાના QDC-SVS કન્વીનરશ્રીઓ, BRC કો-ઓર્ડીનેટરો, મદદનીશ કેળવણી નિરિક્ષક અને શિક્ષણ નિરિક્ષકોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાંકાંક્ષી વૃક્ષારોપણ અને જળસંચયના પ્રોજેક્ટ અંગે વિગતવાર આયોજનની ચર્ચા કરાઇ હતી.
કચ્છ જિલ્લાનો વિદ્યાર્થી ફક્ત વૃક્ષ વાવશે જ નહિં પંરતુ વૃક્ષની પરિવારના સભ્યની ઉછેરીને કચ્છની ધરાને લીલીછમ બનાવે તેવી પ્રેરણા માટે ઉપસ્થિત તમામ સારસ્વતોને જિલ્લા શિક્ષણાધિકારીએ આહવાન કર્યું. ઉપરાંત સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ભવ્ય વૃક્ષારોપણનું આયોજન પણ હાથ ધરાયાની વિગતો બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના માધ્યમિક અને પ્રાથમિક વિભાગના બાળકો4,40,00 વૃક્ષોનું વાવેતર કરીને કચ્છ જિલ્લાને નંદનવન બનાવશે.
બેઠકમાં કચ્છ જિલ્લાના શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે ઓનલાઇન હાજરી, દર શનિવારે એકમ કસોટી, શાળા સમય પત્રક, શિક્ષક સમય પત્રક, વર્ગખંડ સમય પત્રકનો જિલ્લાની દરેક શાળામાં ચૂસ્તપણે અમલ થાય તેમજ 40 % થી ઓછા પરિણામ વાળી શાળાઓમાં ગોઠવાયેલી બી.એડ. તાલીમાર્થી ઇન્ટર્નશીપના હકારાત્મક પરિણામ માટે જિલ્લા શિક્ષણાધિકારીએ ટકોર કરી. સરકાર દ્વારા દર વર્ષે અપાતા તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાના પારિતોષિકની દરખાસ્ત મોકલવા અંગેની ચર્ચા કરી દરેક કક્ષાની દરખાસ્ત મોડામાં મોડી તા.15-07 સુધી પહોંચાડવાની અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર