કચ્છ : આને કહેવાય ચમત્કાર! માંડવીમાં ત્રાટક્યું મહાકાય વૃક્ષ, મહિલાના આબાદ બચાવનો Live video

મોતનું ઝાડ ત્રાટક્યું મહિલાનો થયો માંડ માંડ બચાવ

Mandavi Tree Video : માંડવીના લક્ષ્મી ટોકિઝ વિસ્તારની ઘટના, મહિલાનો ઘટનામાં થયો આબાદ બચાવ, જુઓ વીડિયો

  • Share this:
    માંડવી : ગુજરાતીમાં કહેવત છે 'રામ રાખે તેને કોણ ચાખે' ખરેખર આ વીડિયો (Video) નિહાળ્યા બાદ તમે આ કહેવતને સાર્થક થતી માનશો. આ વીડિયો છે કચ્છના (Kutch) માંડવીનો (Mandvi) જ્યાં એક જીવલેણ સમાન અકસ્માત સમાન ઘટનામાં એક મહિલાનો આબાદ બચાવ થયો છે. ઘટના છે માંડવી લક્ષ્મી ટોકિઝ (Mandvi Lakshmi Talkies) રોડની જ્યાં એક મહાકાય વૃક્ષ (Tree) અચાનક જ ધડામ કરતું એક મહિલા (Woman) પર ત્રાટક્યું હતું અને આ ઘટનામાં મહિલાનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં મહિલાને ઘણી ગંભીર (Injury) ઈજા થઈ શકી હોત પરંતુ આખરે તે બાલ બાલ બચ્યા છે. સમગ્ર ઘટનાનો લાઇવ (Live) વીડિયો સીસીટીવીમાં (CCTV Video) કેપ્ચર થઈ જતા ઘટના સામે આવી હતી.

    કચ્છના માંડવીની લક્ષ્મી ટોકિઝ નજીક રોડ પરથી એક મહિલા પસાર થઈ રહી હતી ત્યારે તેમની માથે આ વૃક્ષ ત્રાટક્યું હતું જોકે, આ વૃક્ષ પડતું જોઈને મહિલાએ સહેજ ઉતાવળ કરી અને તેમનો માંડ માંડ બચાવ થયો હતો. જોકે, થોડા સમય માટે પણ મહિલા વૃક્ષની પાછળના ભાગમાં હોત તો અઘટિત ઘટના ઘટી ગઈ હોત.

    આ પણ વાંચો : પંચમહાલ : જીમીરા રિસોર્ટમાં જુગારની પાર્ટીમાં દરોડા, BJP MLA કેસરીસિંહ-મહિલાઓ સહિત 26 ઝડપાયા

    માંડવીનો આ વિસ્તાર આમ તો વાહનવ્યવહારથી ભરચક રહે છે ત્યારે સંજોગોવસતા વૃક્ષ પડ્યું ત્યારે કોઈ વાહન પણ સદનસીબે પસાર નહોતું થઈ રહ્યું. જોકે સૌથી મોટી જોમખમી બાબત એ પણ હતી કે વૃક્ષ જ્યાં પડ્યું તેની બાજુમાં જ સબસ્ટેશનનો થાંભલો પણ હતો.



    આ પણ વાંચો : કચ્છ : NRI કચ્છીઓએ ભુક્કા બોલાવ્યા, કોરોનાકાળમાં પણ બેંકોની થાપણમાં 3,400 કરોડ જેટલો વધારો

    જો વૃક્ષ થોડું અલગ દિશામાં પડ્યું હોત તો વીજ હોનારત પણ સર્જાવાની શક્યતા હતી. પરંતુ અહીંયા જ આ કહેવત સાચી ઠરે છે કે રામ રાખે તેને કોણ ચાખે, મહિલાનો માંડ માંડ બચાવ થયો અને મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ.

     આ પણ વાંચો : રાજકોટ : 70 વર્ષના ગોબર બાપાએ ભાગિયાની પત્ની પાસે બિભત્સ માંગણી કરી, મોઢે ડૂમો દઈ કરી હત્યા

    ઝર્ઝરિત વૃક્ષોનો સર્વે કરાવવાની માંગ

    આ ઘટના બાદ જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે. નજેર જોનારા લોકોનું કહેવું હતું કે પાલિકાએ આ પ્રકારના ઝર્ઝરિત વૃક્ષોનો સર્વે કરાવી અને તેનું ટ્રિમીંગ કરાવવું જોઈએ. હજુ ચોમાસાની સિઝન બાકી છે ત્યારે આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે વૃક્ષો સાથે સાથે ઝર્ઝરિત મકાનોનો પણ એક સર્વે કરાવવો અનિવાર્ય થઈ જતો હોય છે.
    Published by:Jay Mishra
    First published: