ખેડૂત સહાય: કચ્છના 1.25 લાખ ખેડૂતોના ખાતામાં 208 કરોડ રૂપિયા જમા, બાકીને પણ જલ્દી મળશે

ખેડૂત સહાય: કચ્છના 1.25 લાખ ખેડૂતોના ખાતામાં 208 કરોડ રૂપિયા જમા, બાકીને પણ જલ્દી મળશે
(પ્રતિકાત્મક તસવીર)

આ વર્ષે ચોમાસા દરમ્યાન સુકા મુલક કચ્છમાં 270 ટકા જેટલા ઐતિહાસીક વરસાદ નોંધાયો હતો.

 • Share this:
  મેહુલ સોલંક, કચ્છ : આ વર્ષે ચોમાસા દરમ્યાન સુકા મુલક કચ્છમાં 270 ટકા જેટલા ઐતિહાસીક વરસાદ નોંધાયો હતો. જેના કારણે કચ્છના ખેડૂતોના મોટાભાગનો તમામ પાક નિષ્ફળ ગયો હતો. સરકારે ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી હતી. સર્વે કરાયા બાદ 1લી ઓકટોબરથી 30 ઓકટોબર સુધી ઓનલાઈન પોર્ટલ મારફતે કચ્છના 1.53 લાખ જેટલા ખેડૂતોએ પાક નુકશાનીના વળતર માટે ઓનલાઈન અરજી કરી હતી.

  બે હેકટરની મર્યાદામાં 20 હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મળવા પાત્ર હતી. અરજીઓ થયા બાદ ડીબીટીના માધ્યમથી સરકાર દ્વારા કચ્છના 1.25 લાખ ખેડૂતોના ખાતામાં 208 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.  આ અંગે ખેતીવાડી અધિકારી, દિનેશ મેળાત, જણાવ્યું હતું કે, બાકી રહેલા ખેડૂતોના એકાઉન્ટ નંબરમાં વિસંગતતા જોવા મળી છે. દેના બેંક, બેન્ક ઓફ બરોડામાં મર્જ થયા બાદ હવે એકાઉન્ટ નંબર બદલાઇ ગયા છે. બેન્ક અને ખેડૂતો પાસેથી નવા એકાઉન્ટ નંબર મેળવવાની કામગીરી ચાલી રહી છે અને આગામી ટુંક સમયમાં બાકી રહેલા ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા સહાયની રકમ જમા કરાવી દેવામાં આવશે.

  Curfew Effect: અમદાવાદની હવા શુદ્ધ બની, એર ક્વોલિટી ઇન્ડેક્સ 88 પર પહોંચ્યો

  અમદાવાદમાં સોનીઓની વધી ચિંતા, અમદાવાદમાં કરફ્યૂ લંબાશે તો કઇ રીતે ઓર્ડર પૂરા કરીશું?

  મહત્વનું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતુ કે, આ યોજનામાં પાક વીમામાં ફેરફાર છે. પાક વીમામાં જે પ્રીમિયમ ભરે તેને જ લાગુ પડતી હતી. પરંતુ કિસાન સહાય યોજનામાં ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે. પ્રીમિયમ ભરવાનું છે જ નહિ. ખરીફ પાકમાં તકલીફ પડશે તેને યોજનાનો લોભ મળશે. ભૂતકાળમાં આદિવાસી ખેડૂતનો લાભ મળતો ન હતો. પણ આ યોજનામાં તેને પણ લાભ મળશે. ખેડૂતોને ઝીરો પ્રીમિયમ હશે. યોજનામાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને માવઠાની નુકસાનીને આવરી લેવામાં આવ્યું છે. નાના મોટા તમામ ખેડૂતોને યોજનામાં આવરી લેવાયા છે. મહત્તમ 4 હેક્ટર સુધીની સહાય ચૂકવાશે. 33 ટકાથી 60 ટકા સુધીનું નુકસાન હશે તો હેક્ટરે 20 હજાર રૂપિયા ચૂકવાશે. 60 હાજર ઉપર હશે તો 25 હજારની રકમ મળશે.

  ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા બધા રૂપિયા ચૂકવાશે. આમ, પાક વીમો એકદમ સરળ કરી દેવાયો છે. હવે ખેડૂતને ફોર્મ ભરવાથી લઈને બાકીના બાબતોની ઝંઝટમાંથી મુક્તિ મળશે, હવે વીમા કંપની સાથે પણ માથાકૂટ નહિ કરવી પડે.
  Published by:Kaushal Pancholi
  First published:November 22, 2020, 13:44 pm