વરસાદ ઓછો થતા કચ્છમાં અછતનાં ઓછાયા: પશુઓ માટે ઘાંસ લાવવાનું શરૂ

News18 Gujarati
Updated: September 6, 2018, 10:56 AM IST
વરસાદ ઓછો થતા કચ્છમાં અછતનાં ઓછાયા: પશુઓ માટે ઘાંસ લાવવાનું શરૂ
અન્ય જિલ્લાઓમાંથી ઘાસ કચ્છમાં લવાઇ રહ્યુ છે.

કચ્છમાં ઘાસ ડેપો ખાતેથી  ઘાસ વિતરણની વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે.

  • Share this:
કચ્છના વરસાદના અભાવે પશુધનને બચાવવા રાજય સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લા કલેકટર દ્વારા કચ્છના ત્રણ નાયબ કલેકટર અને ત્રણ મામલતદારોને કચ્છમાં ઝડપભેર ઘાસ લાવવાની પરિસ્થિતિની ગંભીરતા પારખી રવાનગી કરાયાં બાદ જિલ્લા કલેકટર રેમ્યા મોહન રોજે-રોજ સ્થિતિ પર ચાંપતી નજર રાખીને કચ્છમાં ઘાસની પરિસ્થિતિ ઝડપભેર થાળે પાડવા જુનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, અમરેલી અને બોટાદ ખાતેથી ઘાસની રોજ-બ-રોજ આવક થતી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે.

ચોથી સપ્ટેમ્બરની સ્થિતિએ ૬૨ ટ્રકસ રવાના કરાઇ હતી જેમાં જુનાગઢથી ૯, સુરેન્દ્રનગરથી ૮, ભાવનગરથી ૨૬, જામનગરથી ૫, અમરેલીથી ૮ અને બોટાદથી ૬ ટ્રક કચ્છ માટે લોડીંગ કરી ઘાસની રવાનગી કરાઇ હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, આજરોજ ૫મી સપ્ટેમ્બરે કચ્છના પશુધનની ઘાસની જરૂરિયાતને પહોંચી વળવા વધુ ૧૨૧ ટ્રક રવાના કરાયાં છે. જેમાં જુનાગઢથી ૧૫, સુરેન્દ્રનગરથી ૨૦, ભાવનગરથી ૩૧, જામનગરથી ૩૦, અમરેલીથી ૧૦ અને બોટાદથી ૧૫ ટ્રકો ભરીને કચ્છ ભણી ઘાસ મોકલવામાં આવે છે.

જામનગરથી ૬૦ હજાર કીલો, સુરેન્દ્રનગરથી ૮૦ હજાર કીલો, ભાવનગરથી ૧.૨૪ લાખ કીલો, જામનગરથી ૧.૨૦ લાખ કીલો, અમરેલીથી ૪૦ હજાર કીલો અને બોટાદથી ૬૦ હજાર કીલોના હિસાબે ૪.૮૪ લાખ કીલો ઘાસ તાત્કાલિક કચ્છ પહોંચાડાઇ રહયું છે.

આ સ્ટોરી પણ વાંચવી ગમશે

કચ્છ: સરકારી કર્મચારીઓ અછતની કામગીરીનો ઇન્કાર કરશે તો કડક પગલા લેવાશે

કચ્છ: સાંથણીની જમીન મામલે આત્મહત્યાનો પ્રયાસ, કલેક્ટરે કહ્યુ: ‘ગેરવાજબી દબાણ યોગ્ય નથી’કચ્છમાં ઘાસ ડેપો ખાતેથી  વિતરણની પણ સુચારૂપણે  ઘાસ વિતરણની વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. જે મુજબ ૩૦મી ઓગષ્ટથી ૧લી સપ્ટે સુધીમાં અબડાસા તાલુકા માટે ૩૯ ટ્રક, ભચાઉ તાલુકા માટે ૩ ટ્રક ,  નખત્રાણા તાલુકા માટે ૧૨ ટ્રક,  રાપર તાલુકા માટે ૧૨ ટ્રક, લખપત માટે ૨૩ ટ્રક અને ભુજ તાલુકાના હોડકા, ભીરંડીયારા સહિતના ગામો માટે ૮૦ ટ્રક મળી કુલ ૧૬૯ ટ્રકો ઘાસડેપોમાં મોકલવામાં આવી હતી.

જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા રોજરોજે છ જિલ્લામાંથી આવતા ઘાસના પૂરવઠાની સમીક્ષા કરવામાં આવી રહી છે અને ઘાસ વિતરણ સંબંધે પશુપાલકોને કોઇ મુશ્કેલી ઊભી ન થાય તેવી સૂચનાઓ અપાઇ છે.

 
First published: September 6, 2018, 10:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading