Home /News /gujarat /

Kutch: 847મું કચ્છી નવું વર્ષ: જાણો અષાઢી બીજનો મહિમા અને તેની ઉજવણી પાછળનું કારણ

Kutch: 847મું કચ્છી નવું વર્ષ: જાણો અષાઢી બીજનો મહિમા અને તેની ઉજવણી પાછળનું કારણ

કચ્છ

કચ્છ ભરમાં 847મા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી

રાજાશાહી વખતથી કચ્છમાં અષાઢી બીજનાં દિવસે નવા વર્ષ (Kutch New Year) તરીકે ઉજવણી કરવામાં આવે છે અને આજે પણ દુનિયાના દરેક ખૂણે રહેતા કચ્છીઓ આ દિવસની ઉજવણી કરે છે.

  Dhairya Gajara, Kutch: આજે અષાઢી બીજ (Ashadhi Beej) એટલે કે 847મું કચ્છી નવું વર્ષ (Kutchi New Year). આ દિવસની કચ્છીઓ ઉત્સાહપૂર્વક રાહ જોતા હોય છે અને ધામધુમપુર્વક ઉજવણી કરતાં હોય છે. જેમ કહેવાય છે કે 'કચ્છડો ખેલે ખલક મેં જીં મહાસાગર મેં મચ્છ, જીત જીત હેકડો કચ્છી વસે ઓતે ડિયાં ડિં કચ્છ'તેમ કચ્છી નવા વર્ષ તરીકે દેશના ખુણેખુણે વિસ્તરેલા કચ્છીઓ માટે આ દિવસ ખુબ મોટો છે. કચ્છી નયે વરે - અષાઢી બીજ જો મેડે કચ્છી ભા ભેણે કે લખ લખ વધાઇયુ સાથે કચ્છીઓ એકબીજાને આ દિવસે નવા વર્ષની શુભેચ્છાઓ (847th Kutchi New Year) પાઠવે છે.

  કચ્છમાં અષાઢી બીજને નવા વર્ષ તરીકે લોકો ઉજવે છે. એક સમય હતો જ્યારે કચ્છમાં રાજાશાહી (Monarchy in Kutch) સમયમાં તેની ધામધુમપુર્વકની ઉજવણી થતી, વિશાળ યાત્રા નિકળતી, રાજાને મળવા માટે દરબાર ભરાતો, જે ઉજવણી આજે ફીકી પડી છે. પરંતુ આજે પણ ઘણા કચ્છીઓ દેશ-વિદેશથી પણ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અષાઢીબીજની નવા વર્ષ તરીકે ઉજવણી કરે છે.

  અષાઢી બીજનો ઇતિહાસ

  જામ રાયધણજીના કચ્છ વિજય સાથે જોડાયેલા ઇતિહાસની પુંજાજી ચાવડાના શાસન સમયે જામ રાયધણજીએ તેમની પાસેથી શાસન લીધુ અને ગુરૂ ગોરખનાથે તેને અષાઢીબીજના દિવસે ગુરૂમંત્ર આપ્યો હોવાથી આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું. જોકે તેની કથામાં પણ વરસાદની વાત છે. જોકે તે માત્ર ઇતિહાસ છે. પરંતુ ત્યાર બાદના રાજવીઓ ભુજની સ્થાપના સમયથી આ દિવસને નવા વર્ષ તરીકે મનાવે છે. તે તો ઇતિહાસના પાના પર લખાયેલુ છે. તો કેટલાક ઇતિહાસકારો આ નવા વર્ષની ઉજવણીની પરંપરાને તેનાથી પણ જુની કહે છે. અને દેશવટો ભોગવી કચ્છના કુશળ શાસક લાખો ફુલાણી દેશવટ્ટો ભોગવી કચ્છ પરત ફર્યા અને તે દિવસે કચ્છમાં મનભરીને વરસાદ વરસ્યો અને તરસ્યા કચ્છના લોકો આંનદીત થઇ આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ. તેના પણ ઇતિહાસમાં કેટલાક દાખલા છે.

  અષાઢી બીજ, કચ્છી નવા વર્ષ અંગેના ઇતિહાસ સાથે પાણીનો મહિમા પણ જોડાયેલો છે. દરિયાખેડુઓ આ દિવસો દરમ્યાન દરિયો ખેડી પાછા આવતા હોવાથી પણ તેમના પરિવારમાં ખુશી છવાય છે. તેથી પણ અષાઢીબીજને નવા વર્ષ તરીકે ઉજવવા પાછળનું કારણ ગણાય છે. તો ખેડુતો આ દિવસો દરમ્યાન ખેતીના મંડાણ કરતા હોવાથી પણ આ દિવસ વિશેષ બને છે.

  દાયકા પહેલા આ દિવસ અનોખી રીતે ઉજવાતો નવા વર્ષના નવા સિક્કા બહાર પડાતા, નવું પંચાગ બહાર પડતું, અને વિવિધ આકર્ષણો સાથે શહેરમાં નગરયાત્રા નીકળતી, દરબાર ભરાતો અને સૌ નગરજનો તેમાં ભાગ લેતા અને રાજા માટે ભેટ સોગાદો લઈ આવતા હતા. જોકે રાજાશાહી સમયની ઉજવણી આજે બંધ છે. તેમાંય અષાઢીબીજના દિવસે જો વરસાદ આવે તો આ અષાઢી બીજની ઉજવણી વિશેષ બને છે.

  રાજાશાહી વખતમાં અહીં ટંકશાળ હતી અને જે 562 રજવાડા પૈકી 13 રજવાડાંઓને જ સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી. ટંકશાળ એટલે કે જ્યાં ચલણી નાણું છાપવામાં આવે એ જગ્યા. 300 વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જુની ટંકશાળ હતી. ત્યાં કચ્છ રાજનું તત્કાલિન ચલણી નાણું છપાતુંઅને દર અષાઢી બીજે અહીં નવા સિક્કા બહાર પાડવામાં આવતા હતા. એક સદી પહેલાં મહાદેવ નાકાં પાસે નવી ટંકશાળ શરુ કરવામાં આવી હતી પછી ત્યાં મામલતદાર ઓફિસ અને તિજોરી કચેરી બેસતી. આજે અહી બોર્ડર વીંગની કચેરી અને પેન્શનર્સ એસોસિયેશનની ઓફિસ આવેલી છે.

  અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ ચંદ્ર પૂજનનો પણ વિશેષ મહિમા હોય છે. આમ તો હર ચંદ્ર દર્શને ભુજના દરબાર ગઢ મધ્યે આવેલા ટીલામેડીમાં ચંદ્ર પૂજા યોજાય છે પણ અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ અહીં વિશેષ પૂજા થાય છે. રાજવી પરિવારના મોભી અહીં મોમાય માતાજીના મંદિરમાં પૂજા કરે છે અને તે ઉપરાંત મહાદેવના દર્શને પણ જાય છે.

  આ પણ વાંચો - RATHYATRA IN VADODARA : વડોદરાની રથયાત્રામાં 4 દાયકાથી મહાપ્રસાદનો એક જ છે સ્વાદ, જાણો શું છે ખાસિયત

  કચ્છ રાજવી પરિવાર

  આઝાદી પહેલાં કચ્છ રાજ્ય પર જાડેજા પરિવાર શાસન હતું. કચ્છના પ્રથમ જાડેજા રાજવી લાખાજી દ્વારા કચ્છના લાખીયાવિરા મધ્યે રાજધાની સ્થાપી કચ્છ રાજ્યનું નિર્માણ કર્યું હતું. રાજવી પરિવારની દસ પેઢીઓએ ત્યાં રાજ કર્યા બાદ રાઓ ખેંગારજી દ્વારા રાજધાનીને ભુજ ખસેડવામાં આવી હતી. તો આઝાદી બાદ રાજવી તરીકેના શીર્ષક નાબૂદ થયા ત્યારે મહારાઓ મદનસિંહજી કચ્છના અંતિમ રાજવી રહ્યા હતા અને તેમના બાદ તેમના પુત્ર પ્રાગમલજી ત્રીજા રાજવી પરિવારના મોભી બન્યા હતા. ગત વર્ષે તેમના દેહાંત બાદ તેમના પત્ની મહારાણી પ્રીતિદેવી રાજપરિવારના મોભી છે.
  First published:

  Tags: કચ્છ, કચ્છ સમાચાર, ભગવાન જગન્નાથ રથયાત્રા, રથયાત્રા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन