Home /News /gujarat /

Kutch: વેકેશન શરૂ થતાં એસ.ટી. બસોમાં પ્રવાસીઓનો ઘસારો; પ્રીમિયમ વોલ્વો બસોની માંગ વધી

Kutch: વેકેશન શરૂ થતાં એસ.ટી. બસોમાં પ્રવાસીઓનો ઘસારો; પ્રીમિયમ વોલ્વો બસોની માંગ વધી

કચ્છના

કચ્છના એસ.ટી. વિભાગની દૈનિક આવક રૂ. 42 લાખ પહોંચી

ઉનાળુ વેકેશન શરૂ થતાં કચ્છના એસ.ટી. વિભાગની દૈનિક આવકમાં લાખો રૂપિયાનો વધારો થયો છે, તો સાથે જ લાંબા સમયથી ખોટમાં ચાલતી વોલ્વો બસો પણ ઉનાળાના કારણે ફૂલ ચાલી રહી છે.

    Dhairya Gajara, Kutch: ઉનાળુ વેકેશન (Summer Vacation) શરૂ થતાં જ કચ્છમાં પ્રવાસીઓની અવર જવર વધી છે ત્યારે ટ્રેનો (Kutch Trains) અને ફલાઇટો (Kutch Flights) ફૂલ ચાલવા ઉપરાંત તેમાં લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે. ત્યારે આ પ્રવાસીઓના વધારાની અસર કચ્છ એસ.ટી. વિભાગ (Kutch ST division) પર પણ વર્તાઈ છે. કચ્છ એસ.ટી. વિભાગની મોટાભાગની બસો (Kutch GSRTC buses) ફૂલ દોડી રહી છે. અને તે કારણે વિભાગની દૈનિક આવકમાં લાખો રૂપિયાની કમાણીનો વધારો થયો છે. તો સાથે જ ઉનાળુ વેકેશન હોય લોકો પ્રીમિયમ વોલ્વો (ST Volvo buses) બસોને વધારે પસંદ કરી રહ્યા છે.

    ઉનાળા વેકેશનના પગલે પ્રવાસીઓનો ભારે ધસારો થતા એસટી વિભાગની આવકમાં વધારો થયો છે. કચ્છ એસટીને પણ ઉનાળુ વેકેશન ફળતા દૈનિક આવક 42 લાખે પહોંચી છે.આ અંગેની વિગતો મુજબ ડિઝલની કિંમતોમાં પાછલા મહિનાઓથી સતત થઈ રહેલા વધારાને પગલે ખાનગી વાહનો અને ખાનગી લકઝરી બસોના ભાડામાં ધરખમ વધારો થતા પ્રવાસ ખુબ જ મોંઘો થયો છે. હાલ જ્યારેઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોયલોકો પોતાના પરિવાર સાથે પર્યટન સહિતના સ્થળોએ જઈ રહ્યા છે, ત્યારે ખાનગી બસોના ભાડામાં વધારાના પગલે મુસાફરોનોપ્રવાહ ફરી એસટી બસ તરફ વળ્યો છે.

    કચ્છમાં પણ લોકલ તેમજ એકસપ્રેસ બસો ઉપરાંત વોલ્વો બસોમાં પ્રવાસીઓની ભારે ભીડ સર્જાતી હોયએસટીની આવકમાં પણ ધરખમ વધારો થયો છે. આ બાબતે કચ્છ એસટીના વિભાગીય નિયામક વાય.કે. પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉનાળા વેકેશનના પગલે એસટી બસોમાં પ્રવાસીઓની ભીડ ખુબ જ વધી છે. સામાન્ય દિવસોમાં કચ્છ એસટીની આવક દૈનિક 35 થી 36 લાખ રહેતી હોય છે તેની સામે વર્તમાને 42 લાખની આવક થઈ રહી છે.

    આ પણ વાંચો: ચાલો બોર્ડર પર: કચ્છના સરહદીય ગામડાઓને આરોગ્ય સેવા પૂરી પાડવા આરોગ્ય તંત્રએ શરૂ કર્યા આરોગ્ય મેળાઓ

    મહતમ લોકો GSRTChttps://gsrtc.in/site/ની વેબ સાઇટ પરથી ઓનલાઇન ટિકિટ બુક કરાવી રહ્યા છે. દૈનિક સરેરાશ 5000થી 6000 ટિકિટોનું ઓનલાઈન બુકિંગ થઈ રહ્યું છે. ઓનલાઇન ટિકિટ મારફતે એસટી વિભાગને 13થી 14 લાખ રૂપિયાની આવક થઈ રહી છે.

    વર્તમાને અસહ્ય ગરમી પડી રહી હોઈ વોલ્વો એસી બસોમાં પણ હાઉસફુલની સ્થિતિ જોવા મળી રહી છે. મુસાફરી દરમિયાન હાલાકી ભોગવવી ન પડે તે માટે એડવાન્સ બુકીંગમાં પણ ભારે વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરાંત લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે મોટી સંખ્યામાં લોકો એસટી બસની સવારી કરી રહ્યા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    આગામી સમાચાર