MSME માટેની લોન યોજનામાં 100 જિલ્લામાં કચ્છ સામેલ: જાણો શું છે યોજના ?

News18 Gujarati
Updated: November 2, 2018, 7:55 PM IST
MSME માટેની લોન યોજનામાં 100 જિલ્લામાં કચ્છ સામેલ: જાણો શું છે યોજના ?
પ્રતિકાત્મક તસવીર

કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિભાગના સંયુકત સચિવ કેશવચંદ્ર બિસ્ટે આ પ્રસંગે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અભૂતપૂર્વ પગલાં લીધાં છે

  • Share this:
કેન્દ્ર સરકારના ખેતીવાડી અને ખેડૂત કલ્યાણ, પંચાયતી રાજ વિભાગના રાજયમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ આજે ભુજના ટાઉનહોલ ખાતે નાના અને મધ્યમ ઉદ્યોગો માટેની સમગ્ર ભારતમાં ૧૦૦ જિલ્લામાં અમલમાં મૂકવામાં આવેલી કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી  એમ.એસ.એમ.ઇ પ્રોત્સાહન યોજનાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશનાં 100 જિલ્લામાં એક સાથે એમએસએમઇ લોંચીંગ  કાર્યક્રમમાં કચ્છનો સમાવેશ થતાં એ નિમિત્તે આજે ભુજ ખાતે પણ આયોજિત ‘સંવેગ’ કાર્યક્રમના અધ્યક્ષપદે ઉપસ્થિત રહ્યા હતા.

પુરૂષોત્તમ રૂપાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “MSME સપોર્ટ અને આઉટરીચ જેવી મહત્વાકાંક્ષી યોજના સૂક્ષ્મ,લઘુ અને મધ્યમ સેકટર માટે ફળદાયી યોજનામાં કચ્છનો સમાવેશ કરાયો છે. આ યોજનામાં પ૦ હજાર રૂપિયાથી લઇ ૧૦ લાખ સુધીની તારણ વિનાની મુદ્રા યોજનાના માધ્યમથી આગળ આવીને કેન્દ્ર સરકાર દુધે ધોઇ પૈસા પાછા આપનારી ભારતીય સંસ્કૃતિને ધ્યાને લઇ દેશના છેવાડાના નાના માણસોને મદદરૂપ થવા લોન ન ચૂકવાય તો તેના નાણાં બેંકને કેન્દ્ર સરકાર ચૂકવશે તેવી ખાતરી સાથે પ્રજાનો મોટો વિશ્વાસ દર્શાવે છે.   તેમણે  વધુમાં કહયું હતું કે, આજે જે યોજના માટે આપણે અહીંયા ભેગા થયાં છીએ તેમાં ભારતના એકસો જિલ્લાની પસંદગી કરાઇ છે. આ બધા જિલ્લામાં એમએસએમઇ બધી યોજનાને ઘનિષ્ઠતાથી લાગુ કરવા માટેનો પ્રયાસ કર્યો છે. એમાં કચ્છનો સમાવેશ કરવા બદલ તેમણે ગુજરાત અને કચ્છ વતી પ્રધાનમંત્રીશ્રીને  અભિનંદન પાઠવતા હર્ષની લાગણી અનુભવું છું,

કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશની આઝાદી પછી ભારત સરકારમાં કોઇ પ્રધાનમંત્રી દ્વારા આ મોટામાં મોટી ભેંટ આપવાના છે, તેવી નાના-મોટા ધંધા-રોજગારને મોટું પ્રોત્સાહન બની રહેશે. પ્રધાનમંત્રીની આ મહત્વાકાંક્ષી યોજનાના પોર્ટલ ઉપર અરજી કરીને માત્ર ૫૯ મિનિટમાં જ વચેટીયાં વિના ક્ષમતા અને કાબેલિયત ઉપર રૂપિયા એક કરોડ જેવી મોટી લોન મંજૂર થશે,અને તેનાં નાણાં સીધા લોન લેનારના ખાતામાં જમા થશે, તેમ જણાવી તેમણે મેક ઇન ઇન્ડિયા અને ડીજીટલ ઇન્ડિયાના પ્રધાનમંત્રીના કાર્યક્રમો સાકાર થવા જઇ રહયું છે, ત્યારે છેવાડાના માનવીને તેનો લાભ મળશે”

.ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિભાગના સંયુકત સચિવ કેશવચંદ્ર બિસ્ટે આ પ્રસંગે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અભૂતપૂર્વ પગલાં લીધાં છે. જીએસટીની તકલીફનો સમય હવે પૂરો થયો છે. એમએસએમઇ સેકટર અર્થવ્યવસ્થાની મજબૂત કડી છે. તે અંતર્ગત હવે લોન સમસ્યા દૂર થશે. ક્ષમતા અનુસાર નાના અને મધ્યમ ઉદ્યોગોને આસાનીથી લોન ઉપલબ્ધ થશે. કોમ્પ્યુટર આધારિત બેંક પ્રણાલિ આજે શરૂ થશે. જેમાં દેશના એકસો જિલ્લા પસંદ કરાયા છે અને કચ્છમાં હસ્તકલા ક્ષેત્રને તેમાં નિશ્ચિત કરાયું છે જેથી કચ્છના હેન્ડીક્રાફટ ક્ષેત્રની સમસ્યા દૂર થશે.”
First published: November 2, 2018, 7:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading