અંકિત પોપટ, રાજકોટઃ રાજ્યના 79 IAS અધિકારીઓની બદલી કરવામા આવી છે. શુક્રવારના રોજ 11 વાગ્યા પહેલા બદલીઓના સમાચાર આવ્યા હતા. જે બદલીઓમા એસીએસ (એડિશ્નલ ચિફ સેક્રેટરી) રેન્કના અધિકારીઓની બદલી પણ સામેલ હતી. તો સાથે જ રાજકોટ, મોરબી, ભાવનગર, કચ્છ તેમજ ગોધરા સહિત અનેક જિલ્લાઓના કલેકટર તેમજ ડિડિઓ અને મ્યુનિસિપલ કમિશ્નરની પણ બદલી કરવામા આવી છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર બંચ્છાનિધી પાનીની સુરત મ્યુનિસિપલ કમિશ્નર તરીકે બદલી કરવામા આવી છે. જ્યારે તેમની જગ્યાએ ગોધરા કલેકટર તરીકે ફરજ બજાવી રહેલા ઉદિત અગ્રવાલની રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે નિમણુંક કરવામા આવી છે. રાજકોટ જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તાને રાજ્યના ઔદ્યોગીક કમિશ્નર તરીકે ગાંધીનગર બદલી કરવામા આવી છે. જેમના સ્થાને કચ્છમા કલેકટર તરીકે ફરજ બજાવી રહેલા રૈમ્યા મોહનની નિમણુંક કરવામા આવી છે.
ઉદિત અગ્રવાલનો એક કિસ્સો તેમના પંચમહાલ કલેકટર તરીકે ખૂબ જ ખ્યાતી પામ્યો હતો. પંચમહાલ કલેકટરની ઓફિસ ગોધરા સેવા સદન બિલ્ડીંગમા પહેલા માળે આવેલ છે. જે સમયે ઉદિત અગ્રવાલે પંચમહાલ કલેકટરનો ચાર્જ સંભાળ્યો તે સમયે તેમની બિલ્ડીંગમા લિફટની સુવિધા નહોતી. એપ્રિલ માસમા જ્યારે ઉદિત અગ્રવાલે કલેકટર તરીકેનો ચાર્જ સંભાળ્યો ત્યારે તેમને પોતે એક વાત મહેસુસ કરી કે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર જે દિવ્યાંગો માટે કામ કરી રહી છે. તેજ દિવ્યાંગોને તેમને મળવા માટે સિડીઓ ચડીને તેમને મળવા આવવુ પડે છે. આ બાબતનો ઉકેલ લાવવા ઉદિત અગ્રવાલે પોતાની કલેકટર ઓફિસના એન્ટ્રસ પાસે એખ બોર્ડ મુકાવ્યુ હતુ. જેમા સપષ્ટ પણે લખવામા આવ્યુ હતુ કે
"દિવ્યાંગ વ્યક્તિ કે જેઓ કલેકટરશ્રીની મુલાકાત અર્થે આવાના હોઈ તેમજ દાદરો ચઢી શકવાની સ્થિતીમા ન હોઈ તેઓએ પ્રવેશદ્વાર પાસે ફરજ પરના સિક્યુરીટી ગાર્ડ ને જણાવવુ. જે બાદ માન. કલેકટરશ્રી સંદેશ મળતા તેઓશ્રી જાતે નીચે મુલાકાત અર્થે આવશે"
આવતા સપ્તાહે રૈમ્યા મોહન અને ઉદિત અગ્રવાલ સંભાળશે ચાર્જ
રાજકોટ કલેકટર રાહુલ ગુપ્તાની ગાંધીનગર ખાતે બદલી થતા તેમના સ્થાને નિંમણુંક પામેલ રૈમ્યા મોહન આવતા સપ્તાહે રાજકોટ કલેકટરનો ચાર્જ સંભાળશે. રાજકોટના 49મા કલેકટર તરીકે રૈમ્યા મોહન ચાર્જ સંભાળશે. રૈમ્યા મોહન 2006 બેચના આઈએએસ ઓફિસર છે. તેઓ શિસ્તના ભારે આગ્રહી છે. ક્ચ્છના કલેકટર બન્યા તે પહેલા તેઓ વલસાડ કલેકટર તરીકે તેમજ સુરત ડિડિઓ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર બંચ્છાનિધી પાનીની સુરત મ્યુનિસિપલ કમિશ્નર તરીકે બદલી થતા તેમના સ્થાને ગોધરા કલેકટર તરીકે ફરજ બજાવી રહેલા ઉદિત અગ્રવાલની નિમણુંક કરવામા આવી છે. ત્યારે ન્યુઝ 18 ગુજરાતી સાથેની ટેલિફોનીક વાતચીતમા ઉદિત અગ્રવાલે જણાવ્યુ હતુ કે રાજકોટની જનતા ઉત્સવ પ્રિય અને પ્રેમાળ છે. આ શહેર સતત વિકાસ માટે પ્રખ્યાત છે. ત્યારે આગામી દિવસોમાં આ શહેરના વિકાસ માટે કામ કરવા મળશે તે વાતનો આનંદ છે. ઘણા સમયથી રાજકોટ શહેર માટે કામ કરવાની ઈચ્છા હતી તે પૂર્ણ થશે. રાજકોટના વિકાસમાં સહભાગી બનવાનો જે મોકો મને મળ્યો છે, તે મોકો હુ ખરા અર્થમાં સાર્થક કરીશ. ઉલ્લેખનીય છે કે ઉદિત અગ્રવાલ 2008 બેંચના આઈએએસ ઓફિસર છે.
જ્યારે સરકારી કચેરીઓમાં સરકારી અધિકારીઓને મળવા માટે લોકો ઘણી વાર ધક્કા ખાતા જોવા મળે છે. ત્યારે પંચમહાલ કલેકટર તરીકે ઉદિત અગ્રવાલની આ કાર્યશૈલી સૌ કોઈના મનમા વસી ચુકી છે. ત્યારે તેમની આજ પ્રકારની મળતાવડી શૈલી રાજકોટ વાસીઓ માટે પણ રહે તેવુ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર