Home /News /gujarat /Kishan Bharvad murder: હથિયારનો ફરાર સપ્લાયર ઝડપાયો, અજીમે મૌલાના અયુબને આપ્યું હતું હથિયાર

Kishan Bharvad murder: હથિયારનો ફરાર સપ્લાયર ઝડપાયો, અજીમે મૌલાના અયુબને આપ્યું હતું હથિયાર

રાજકોટના અજીમ સમાની ફાઇલ તસવીર

Kishan Bharwad murder case: એસોજીએ અજીમ સમાને ATSને (Gujarat ATS) સોંપી દીધો છે. અજીમે શાહઆલમના મૌલવી ઐયુબને હથિયાર પુરુ પાડ્યુ હતું

અમદાવાદઃ ધંધુકામાં (Dhandhuka firing and murder) કિશન બોળિયા ઉર્ફે કિશન ભરવાડ (Kishan Bharwad murder) મર્ડર કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આખા ગુજરાતની નજર આ કેસ પર છે. આ કેસમાં અત્યાર સુધીમાં 6 જેટલા મૌલવીઓની (Maulvi involment in murder) કથિત સંડોવણી પણ બહાર આવી છે. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે, રાજકોટથી ફરાર હથિયારનો સપ્લાયર અજીમ સમાને (Ajim Sama) આખરે દબોચી લેવાયો છે. એસોજીએ અજીમ સમાને ATSને (Gujarat ATS) સોંપી દીધો છે. અજીમે શાહઆલમના મૌલવી ઐયુબને હથિયાર પુરુ પાડ્યુ હતું. આ કેસમાં અજીમ સમાનો ભાઈ વસીમ ઉર્ફે બચા સમીને પણ શનિવારે મોરબીથી ઝડપી પાડવામાં આવ્યો છે. મોરબી બી ડિવીઝન પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

હત્યા મામલે આરોપી મોહમ્મદ અયુબ જાવરાવાલાને કોર્ટમાં રજૂને 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. કોર્ટે માત્ર 8 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા હતા. મહત્વનું છે કે, જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાંથી આરોપી મૌલવી અયુબ જાવરાવાલાની ધરપકડ કરી હતી. બીજી તરફ, આખા કેસની તપાસ હવે ગુજરાત ATSને સોંપવામાં આવી છે.

સોમવારે રાજુલા સજ્જડ બંધની જાહેરાત

કિશન ભરવાડની ચકચારી હત્યાને કારણે અમરેલી જિલ્લામા આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજુલા માર્કેટીંગ યાર્ડમા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સાથે સભા યોજાઇ હતી. જેમાં જય જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. શહેરના ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ પક્ષના રાજકીય અગ્રણીઓ પણ આમાં જોડાયા હતા. આ સાથે આવતી કાલે, સોમવારે રાજુલા શહેર સજ્જડ બંધ રાખી રેલી સાથે આવેદનપત્રની જાહેરાત પણ કરવામાં આવી છે.

અજીમ સમાના ભાઇની ધરપકડ

નોંધનીય છે કે, આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શનિવારની સવારથી જ મોરબી, વાંકાનેર અને રાજકોટમાં અજીમ સમાની તપાસ હાથ ધરી હતી. જોકે, મોરબીની બી ડિવિઝન પોલીસે અજીમ સમાની ભાઈ વસીમ ઉર્ફે બચા સમાને ઝડ્પી પાડ્યો હતો. બાદમાં બચા સમાને અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ગોહિલ સહિતની ટીમ તેને લઈને અમદાવાદ રવાના થઈ હતી. આ ઘટનામાં ખાનગી રીતે વસીમ સમાને લઈ જવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.



ગુજરાત ATS કરી રહી છે તપાસ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને કહ્યું કે, ધંધુકા માં બનેલી હિંસક ઘટનાનો કેસ ATS ને સોંપવા માં આવેલ છે.પીડિત પરિવારને ન્યાય આપવા દૃઢ કટિબદ્ધતા સાથે ગુજરાત પોલીસ સંકલ્પબદ્ધ છે. સોશિયલ મીડિયા પોસ્ટથી લઈને તમામ પાસાઓની એટીએસ ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ કેસમાં આરોપીઓ કોના કોના સંપર્કમાં હતા અને કેવી રીતે યોજના બનાવી એની પણ તપાસ કરવામાં આવશે. આ કેસમાં પાકિસ્તાન કનેક્શન છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે. પોલીસ તપાસમાં કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. તહેરીક-એ-નમૂસ-રિસાલત નામનું સંગઠન હત્યા માટે જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ સંગઠન પહેલાં તહેરીક-એ-ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતુ હતુ. જેનો પાકિસ્તાની રાજકીય પાર્ટી તહરીક-એ-લબ્બેક સાથે સંબંધ છે. બીજી તરફ, ધંધુકાની સર મુબારક બુખારી દાદાની મસ્જિદમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

કિશનને મારી નાંખવાની પણ મળતી હતી ધમકી

કિશન દ્વારા પોસ્ટ મુકાયા બાદ આરોપી શબ્બીરે તેને સબક શિખવાડવાનું નક્કી કરતાં દરરોજ ધંધૂકાથી અમદાવાદ જમાલપુર મૌલવીને મળવા જતો હતો. સોશિયલ મીડિયામાં કિશન દ્વારા મૂકવામાં આવેલી પોસ્ટ બાદ સમાધાન અને પોલીસ કાર્યવાહી બાદ પણ ધમકીઓ મળતી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સૂત્રો મુજબ, કિશનને મારી નાખવાની ધમકીઓ પણ મળતી હતી. ધમકીઓ મળવાની શરૂ થતાં પરિવારજનો તેને બહાર ન નીકળવાની પણ સલાહ આપતા હતા, તેથી ઘરની બહાર દેખાતો ન હતો. આરોપી શબ્બીરે રેકી કરી હોવાનું પણ સામે આવ્યું છે.

ફાયરિંગ કરનારા આરોપીઓની ધરપકડ


શબ્બીર ઈન્સ્ટાગ્રામથી મૌલાનાના સંપર્કમાં આવ્યો હતો

આ ઘટનામાં કિશનની હત્યા બાદ પોલીસે શબ્બીર ઉર્ફે સાબા દાદાભાઈ ચોપડા અને ઈમ્તીયાજ ઉર્ફે ઈમ્ત મહેબુબભાઇ પઠાણની ધરપકડ કરી હતી. આ અંગે અમદાવાદ ગ્રામ્યના એસ.પી. વિરેન્દ્સિંહ યાદવએ જણાવ્યું કે, આરોપીઓની પૂછપરછમાં અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી શબ્બીર આજથી એકાદ વર્ષ અગાઉ દિલ્હી ખાતે રહેતા મૌલાના કે જેઓ કોઈ ખાસ સંગઠન સાથે સંકળાયેલ છે તેઓના સંપર્કમા ઈન્સ્ટાગ્રામથી આવ્યો હતો. નોંધનીય છે કે, 25 જાન્યુઆરીએ કિશન ભરવાડની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. જેમાં હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપી શબ્બીરે ફાયરિંગ કર્યું હતું જ્યારે ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો. તેની તસવીર પણ ન્યૂઝ18 ગુજરાતીએ બતાવી છે.
" isDesktop="true" id="1174380" >

કેમ થઇ હત્યા?

6 જાન્યુઆરીએ મૃતકે ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ મુકી હતી. જેની 9 તારીખે ફરિયાદ થઈ અને કાર્યવાહી થઈ હતી. જે બાદ કિશને ફરીથી આવું નહીં કરે તેવી બાંહેધરી પણ આપી હતી. ફેસબુક પરની પોસ્ટને ધ્યાનમાં રાખી આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી છે.
First published:

Tags: Dhandhuka, Dhandhuka firing case, Murder mystery, ક્રાઇમ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો