Home /News /gujarat /

ખોડલધામનાં નરેશ પટેલનું મોટુ નિવેદન, 'જો સમાજ આદેશ કરશે તો હું રાજકારણમાં આવીશ'

ખોડલધામનાં નરેશ પટેલનું મોટુ નિવેદન, 'જો સમાજ આદેશ કરશે તો હું રાજકારણમાં આવીશ'

નરેશ પટેલની ફાઇલ તસવીર

'જો સમાજ કહેશે તો હું રાજકારણમાં આવીશ.' ગાંધીનગર (Gandhinagar) ખાતે આજે સાંજે બેઠક મળવાની છે તે પહેલા જ નરેશ પટેલના આવા નિવેદનથી રાજકારણ ગરમાયું છે.

    રાજકોટ: ખોડલધામના ચેરમેન નરેશ (Naresh Patel) પટેલે રાજકારણમાં (Naresh patel reaction on entry in Gujarat politics) આવવા અંગે મોટું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે, 'જો સમાજ કહેશે તો હું રાજકારણમાં આવીશ.' ગાંધીનગર (Gandhinagar) ખાતે આજે સાંજે બેઠક મળવાની છે તે પહેલા જ નરેશ પટેલના આવા નિવેદનથી રાજકારણ ગરમાયું છે.

    'સમાજ આદેશ કરશે તો રાજકારણમાં જોડાઇશ'

    નરેશ પટેલે મડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, ખોડલધામ, ઉમિયાધામ અને આંદોલનના નેતાઓ આજે રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરવાના છે. જેમાં આંદોલનના સમયના બાકી રહેલા પ્રશ્નોની તથા પાટીદાર સમાજના સામે કરાયેલ કેસો પાછા લેવા અંગે ચર્ચા કરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસ બંને બોલાવી રહ્યા છે, પરંતુ હાલ રાજકરણમાં જવાનો મારો કોઇ વિચાર નથી. જો કે, સમાજ જો આદેશ કરશે તો મારે રાજકરણમાં આવવું પડશે.

    આ પણ વાંચો - CCTV Video ભાવનગર : રખડતા ઢોરનો ત્રાસ વીડિયો જોઇ તમે પણ શ્વાસ ચૂકી જશો

    ભરતસિંહ સાથેની મુલાકાત અંગે શું કહ્યુ?

    કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સાથે તાજેતરમાં જ થયેલી મુલાકાત અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે, અમારી પ્રવૃત્તિઓ જોઇને ભરતસિંહને થયું હોય કે હું સન્માન માટે હકદાર છું. તે મુલાકાત રાજકીય ન હતી. કોંગ્રેસમાં જોડાઇશ કે નહીં સમય નક્કી કરશે.

    નરેશ પટેલ સીએમ પટેલ સાથે મુલાકાત કરવાના છે

    પાટીદાર નેતાઓ સહિત નરેશ પટેલ આજે રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરવાના છે. તે પહેલા નરેશ પટેલે કહ્યું હતું કે, મુખ્યમંત્રીને અમે પાટીદાર દીકરા-દીકરીઓ સામેના કેસ પરત ખેંચવા તે અંગે રજૂઆત કરીશું. આ સાથે મૃતકોના પરિવારજનોને વળતર મળે તેવી પણ અમારી રજૂઆત રહેશે. નોંધનીય છે કે, ગાંધીનગર ખાતે યોજનારી બેઠકમાં નરેશ પટેલની સાથે અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિત અગ્રણીઓ આજે ઉપસ્થિત રહેશે. આ બેઠક સાંજે 6.30 કલાકે બેઠક યોજાશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Politics, Patidar power, ગુજરાત, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन