ખોડલધામના નરેશ પટેલનો વીડિયો વાયરલ, સંગઠિત રહીશું તો કોઈ આંગળી પણ નહીં ચીંધી શકે

ખોડલધામના નરેશ પટેલનો વીડિયો વાયરલ, સંગઠિત રહીશું તો કોઈ આંગળી પણ નહીં ચીંધી શકે
ખોડલધામના નરેશ પટેલનો વીડિયો વાયરલ, સંગઠિત રહીશું તો કોઈ આંગળી પણ નહીં ચીંધી શકે

જેતપુરના કાગવડના ખોડલધામ ખાતે લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક મળી હતી

  • Share this:
રાજકોટ : જેતપુરના કાગવડના ખોડલધામ ખાતે લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસની સાથે સાથ આમ આદમી પાર્ટીમાં રહેલા લેઉવા પાટીદાર સમાજના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કેબિનેટ કક્ષાના મંત્રી જયેશ રાદડીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ગુજરાત પ્રદેશ ભાજપના નેતા ગોરધન ઝડફિયા, ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મર, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સહિતના રાજકીય પક્ષોમાં રહેલા લેઉવા પાટીદાર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ તેમજ આગેવાનો પણ હાજર રહ્યા હતા. ખોડલધામ ખાતે મળેલ બેઠક પૂર્ણ થયા બાદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમાજ વધુ સંગઠીત થાય તે માટેની બેઠક મળી હતી.

ખોડલધામ ખાતે બેઠક મળ્યાને 48 કલાક જેટલો સમય પૂર્ણ થયો છે. ત્યારે સોશિયલ મીડિયામાં નરેશ પટેલનો 2019નો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયોમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, જો આપણે સંગઠિત રહીશું તો આપણી સામે કોઈ આંગળી પણ ચીંધી નહીં શકે. વીડિયોમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, લેઉવા પાટીદાર સમાજ વ્યવસાય ક્ષેત્રે તો ખૂબ આગળ છે. પરંતુ સરકારી નોકરી તેમજ રાજકારણની બાબતમાં ખૂબ જ થાપ ખાધી છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટના તમામ સભ્યોનું એક સ્વપ્ન છે કે સરકારી નોકરીમાં ક્લાર્કથી લઇ કલેકટર સુધી, જ્યારે રાજકારણમાં સરપંચથી લઈને સાંસદ સુધી લેઉવા પાટીદાર સમાજનો વ્યક્તિ અધિકાર સાથે હોવો જોઈએ.આ પણ વાંચો - કેવી રીતે ભણશે વિદ્યાર્થીઓ? AMC સ્કૂલબોર્ડના બાળકોને નથી મળ્યા બીજા સત્રના પુસ્તકો

ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં યોજાવા જઇ રહી છે તે પૂર્વે ખોડલધામ ખાતે એક ચિંતન બેઠક મળી હતી. જે બેઠકમાં તમામ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નેતાઓ આગેવાનો તેમજ બિનરાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા. ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લેઉવા પાટીદાર સમાજનો દબદબો યથાવત રહે તે માટે પણ બેઠક મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સૌરાષ્ટ્રના રાજકારણમાં પાટીદાર સમાજ ખૂબ જ મોટો ભાગ ભજવતો આવ્યો છે. તેમાં પણ ખાસ કરીને જ્યારથી પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થવા પામી હતી. ત્યારે વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ફટકો સૌરાષ્ટ્રમાં પડ્યો હતો. ત્યારે હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ સૌપ્રથમ ખોડલધામ ખાતે દર્શન કર્યા હતા તો ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ બન્યા બાદ સીઆર પાટીલે સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ખોડલધામ ખાતે દર્શન કર્યા હતા.
Published by:Ashish Goyal
First published:December 22, 2020, 19:57 pm