Mango Market: ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કડવી બનેલી કેસર કેરીના ભાવમાં કડાકો
Mango Market: ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કડવી બનેલી કેસર કેરીના ભાવમાં કડાકો
જે કેસર કેરી 250 થી 500 રૂપિયા બોક્સ મળતું હતું તે બોક્સ ચાલુ વર્ષે શરૂઆતમાં 1200 થી 1500 રૂપિયાના ભાવે મળતા હતા.
કેસર કેરીનું હબ ગણાતા તાલાળા માર્કેટ યાર્ડમાં શરૂઆતમાં કેસર કેરીની આવક ઓછી હતી અને 3 થી 5 હજાર જ કેસર કેરીના બોક્સની આવક થતી હતી. તેમની સામે હાલ હાલ 15 થી 20 હજાર કેસર કેરીના બોક્સ તાલાળા માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે.
દિનેશ સોલંકી, ગીર સોમનાથ: કેસર કેરી (Kesar Mango)ના રસિકો માટે સારા સમાચાર આવ્યા છે, વારંવાર બદલાતા વાતાવરણના કારણે ગીર (GirSomnath)ની પ્રખ્યાત કેસર કેરીની આવક વધતા ભાવમાં કડાકો બોલાયો છે. તાલાળા ગીરમાં મોટા પ્રમાણમાં પ્રખ્યાત કેસર કેરીનું ઉત્પાદન થાય છે. અને અહીની કેસર કેરી દેશ વિદેશમાં પ્રખ્યાત છે. પરંતુ ગત બે-ચાર વર્ષથી ગીરની કેસરને ગ્રહણ લાગતા મોંઘેરી બની છે. પહેલા સામાન્યથી માધ્યમ વર્ગના લોકો પણ ગીરની કેસરનો સ્વાદ માણી શકતા હતા. પણ ગતવર્ષે આવેલા તાઉતે વાવાઝોડું અને ચાલુ વર્ષે વારંવાર બદલાતા વાતાવરણના કારણે શરૂઆતમાં કેસર કેરીના ભાવ આસમાને પહોંચી ગયા હતા. જે કેસર કેરી 250 થી 500 રૂપિયા બોક્સ મળતું હતું તે બોક્સ ચાલુ વર્ષે શરૂઆતમાં 1200 થી 1500 રૂપિયાના ભાવે મળતા હતા જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કેસર કડવી બની હતી.
કેસર કેરીનું હબ ગણાતા તાલાળા માર્કેટ યાર્ડમાં શરૂઆતમાં કેસર કેરીની આવક ઓછી હતી અને 3 થી 5 હજાર જ કેસર કેરીના બોક્સની આવક થતી હતી. તેમની સામે હાલ હાલ 15 થી 20 હજાર કેસર કેરીના બોક્સ તાલાળા માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે. અને ચાલુ સીઝનમાં 4 લાખથી પણ વધુ કેસર કેરીના બોક્સની આવક થઈ છે જેમાં પણ કેરીનું હબ ગણાતા તાલાળામાંથી માત્ર 2 લાખ જેટલા જ બોક્સની આવક થઈ છે.
જ્યારે અન્ય બોક્સ માળિયા, વેરાવળ, કોડીનાર, માંગરોળ સહિતના વિસ્તારોમાંથી આવ્યા છે. અને એટલે જ ભાવમાં પણ ધરખમ ઘટાડો થયો છે. અને 400 રૂપિયાથી લઈ સારામાં સારી કેસર કેરી 700 થી 800 રૂપિયામાં મળી રહી છે. જયારે સીઝન પણ 15 જૂન સુધી ચાલવાની સંભાવના છે.
બીજી તરફ ખેડૂતોનું માનીએ તો શરૂઆતમાં કેસર કેરીનાં ભાવ ભલે સારા રહ્યા પરંતુ ઉત્પાદન ઓછું થવાને કારણે ખેડૂતોને મોટી નુકશાની થઇ છે. કારણ કે જે બગીચામાંથી 400 બોક્સ કેસર કેરી થતી હતી ત્યાં ચાલુ વર્ષે માત્ર 70 થી 80 બોક્સ કેરીનું ઉત્પાદન થયું છે. જયારે કેરીના બગીચાઓમાં ત્રણ તબક્કામાં ફલાવરિંગ હોવાને કારણે કેરીની સાઇઝમાં ઘણો તફાવત જોવા મળ્યો છે. આગોતરા ફ્લાવરિંગમાં કેરીની સાઇઝ મોટી હતી જ્યારે પાછોતરા ફ્લાવરિંગમાં કેરીની સાઇઝ નાની હોવાને કારણે પણ હાલ યોગ્ય ભાવ મળતા નથી.
ત્યાં જ અમદાવાદના બજારમાં હવે સસ્તી કેરી આવી ગઈ છે. તમને સાંભળીને થોડી નવાઈ લાગશે પરંતુ તાલાલા-ગીરની કેરી હવે અમદાવાદમાં રસ્તા ભાવે વેચાઈ રહી છે. 21 એપ્રિલની આસપાસ જે કેરીની પેટી 1,500 રૂપિયાના ભાવે વેચાતી હતી તે કેરી હવે 1000 રૂપિયા આસપાસ મળી રહી છે. આ પાછળના કારણો પણ ઘણા છે.
અમદાવાદના પ્રહલાદનગર રોડ અને વાસ્ત્રપુર ખાતે ખેડૂતો કેરીનું સીધું જ વેચાણ કરે છે. અમદાવાદમાં કેરીના સારા ભાવ મળે તે માટે મોટી સંખ્યામાં ખેડૂતો અહીં આવે છે. આશરે છેલ્લા એક મહિનાથી ખેડૂતો કેરીનું વેચાણ કરી રહ્યા છે. આ માટે વિવિધ જગ્યાએ સ્ટોલ બનાવવામાં આવ્યા છે. અહીં ગ્રાહકો તપાસ બાદ કેરીની ખરીદી કરી શકે છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર