કારડિયા રાજપૂતોનું સૌરાષ્ટ્રનાં રાજકારણમાંથી નામુ લખાઇ ગયું ?

News18 Gujarati
Updated: July 29, 2018, 3:03 PM IST
કારડિયા રાજપૂતોનું સૌરાષ્ટ્રનાં રાજકારણમાંથી નામુ લખાઇ ગયું ?
ફાઇલ તસવીર

વજુભાઇ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવ્યા પછી શું ખરેખર સૌરાષ્ટ્રમાં મતના રાજકારણમાંથી કારડિયા રાજપૂતોની નામુ લખાઇ ગયું ?

  • Share this:
વજુભાઇ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવ્યા પછી શું ખરેખર સૌરાષ્ટ્રમાં મતના રાજકારણમાંથી કારડિયા રાજપૂતોની નામુ લખાઇ ગયું ? 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જોતા એ સ્પષ્ટ જણાઇ આવે છે. કેમ કે, સૌરાષ્ટ્રમાંથી એક પણ કારડિયા રાજપૂત ધારાસભ્ય ધારાસભ્ય તરીકે ચૂંટાઇને ગયા નથી. મતના રાજકારણમાં સ્થાનિક જ્ઞાતિના સમિકરણો બદલાતા નેતાઓ માટે આ ચિંતાનો વિષય બન્યો છે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન 2014માં વડાપ્રધાન બન્યા પછી ગુજરાતમાં વજુભાઇ વાળા મુખ્યમંત્રીના દાવેદાર હતા. તેમનો અનુભવ અને સ્વીકૃતિ એ બંને પરિબળો તેમના પક્ષે હતા પણ ભાજપે તેમને 2014માં કર્ણાટકના રાજ્યપાલ બનાવતા વજુભાઇની ગુજરાતના રાજકારણમાંથી સક્રિયતા પુરી થઇ ગઇ.

વજુભાઇ વાળા રાજકોટના ભાજપની સલામત ગણતી બેઠક પરથી ચૂંટાતા હતા અને છેક 1998 થી લઇ 2012 સુંધી ચુંટાતા આવ્યા અને મહત્વના એવા નાણા મંત્રી તરીકે રહ્યા. તેઓ કારડિયા રાજપૂતોના મતોને કારણે જીતતા નહોતો પણ સમાજ તેમને તેમના તેના માનતો.



આ તરફ કારડિયા રાજપૂત ઉમેદવારો-તાલાલા બેઠક પરથી ગોંવિંદસિંહ પરમાર અને સોમનાથ બેઠક પરથી જસાભાઇ બારડ- 2017ની વિધાનસભાની ચૂંટણી હારી ગયા. બંને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. બીજી તરફ, કોડિનાર વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ અનામત થઇ. આ બેઠક પર કારડિયા રાજપૂતોના ઘણા મતો છે અને ધારાસભ્ય કારડિયા જ બનતા પણ હવે એ પણ ન રહી. મહત્વની વાત એ છે કે, ભાજપે દીનુ સોલંકીને જુનાગઢની લોકસભા બેઠક પર ટિકિટ આપી અને 2009ની ચૂંટણીમાં સાંસદ બન્યા પણ અમિત જેઠવા હત્યા કેસમાં તેમની ધરપકડ થઇ. આથી ભાજપે તેમને ટિકિટ આપવાનું બંધ કર્યુ અને તેમનું મતનું રાજકારણ પુરુ થઇ ગયું.

એક નેતાએ જણાવ્યુ કે, અત્યારે કારડિયા રાજપૂત સમાજ સર્વ-સ્વીકૃત નેતાની શોધમાં છે જે બધાને એક તાંતણે બાંધે. આ દરમિયાન રવિવારે સુરેન્દ્રનગરમાં સમસ્ત રાજપૂત સમાજ કારડિયા સમાજના પીઢ નેતા નારસિંહ પઢિયારને શ્રદ્ધાંજલી આપવા ભેગા મળીશક્તિ પ્રદર્શન કર્યુ. કાર્યક્રમ સામાજીક હતો પણ એક ઉદ્દેશ્ય એ પણ હતો કે રાજકીય ધરી પાછી કઇ રીતે ગોઠવવી. રાજનીતિમાં ટકી રહેતા એકતા જરૂરી હોય આવા પ્રસંગોએ એક થવું જરૂરી છે. વજુભાઇ વાળાએ આ કાર્યક્રમમાં હાજરી આપી અને નારસિંહ પઢેરિયાને શ્રદ્ધાજંલિ અર્પી હતી”ગુજરાતમાં કારડિયા રાજપૂતોને અન્ય પછાત વર્ગોમાં સમાવવામાં આવ્યા છે. તેમને અનામતનો લાભ મળે છે. સામાજીક અને હવે આર્થિક રીતે પ્રગતિ કરી રહેલા સમાજને રાજકારણની મહાત્વાકાંક્ષા રહે એ સ્વાભાવિક છે. કારડિયા રાજપૂતોની વસ્તી મુખ્યત્વે કોડિનાર, સોમનાથ, તાલાલા, ગઢડા, વલ્લભીપુર, લીંમડી, ધ્રાંગધ્રા અને ધોળકા વિધાનસભા મત વિસ્તારોમાં છે. તાલાલા, સોમનાથ, કોડિનારને બાદ કરતા, અન્ય બેઠકો પર કારડિયાના એટલા બધા મતો નથી કે, કોઇ પક્ષ કારડિયા ઉમેદવારને ટિકિટ આપે. આ સ્થિતિ તેમના માટે રાજકીય અસ્તિત્વની બની રહી છે. વળી, 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા બુધેલ ગામના દાનસંગ મોરીને ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સાથે સ્થાનિક પંચાયતની જમીન બાબતે થયેલા પ્રશ્નને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી કારડિયા સમાજે શક્તિ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ અંતે ‘અમિત શાહે ઘીના ઠામમાં ઘી’ ભેળવી દીધુ હતું.

 

એક આગેવાને જણાવ્યુ કે, મોટા લોકોએ આ સમાધાન શું કર્યુ એ યુવાનોને ખબર ન પડી. જોગાનુજોગ એવુ બન્યુ કે, જે વિધાનસભા બેઠકો પર કારડિયાના મતો ગણનાપાત્ર છે તે તમામ બેઠકો પર ભાજપની હાર થઇ. ધોળકા બેઠક પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને બોટાદ બેઠક પર સૌરભ પટેલ માંડ માંડ જીત્યા”.
અત્યાર સુંધી મોટે ભાગે સૌરાષ્ટ્રમાં કારડિયા ભાજપ સાથે રહ્યા છે પણ 2019ની લોકસભાની ચૂંટણી આગામી વર્ષે આવી રહી છે ત્યારે કારડિયા કયુ રાજકીય પત્તુ ખોલે છે એ જોવાનું રહ્યું!

 
First published: July 29, 2018, 3:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading