ગીતા મહેતા, ગાંધીનગર : જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ધારાસભ્ય ભીખા જોષીએ પ્રતિક્રિયા આપી હતી. ભીખા જોષીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની હારનું કારણ ભાજપની શામ દામ દંડ ભેદની નીતિ છે. તેમણે કહ્યું હતું કે લઘુમતી અને દલિતોના વોટ નિર્ણાયક રહ્યાં હતા.
ભીખા જોષીએ જણાવ્યું, કોઈ પણ પક્ષ હોય તેમણે લોકચુંકાદો માથે ચઢાવવો પડે અમારા કાર્યકરો ખંત અને મહેનત થી લડ્યા છે. જે જીત્યા તેમને અભિનંદન આપું છું. નરાજગી અમારા પક્ષ કરતા ભાજપ માં વધારે હતી. ભાજપે શહેરમાં ટાઉન હોલથી લઈને ગૌચારા સુધી અનેક કામોમાં કૌભાંડો આચર્યા છતાં પ્રજાએ ભાજપને જીતાડ્યું છે. આ એજ પ્રજા હતી જેણે મને ચૂંટી વિધાનસભામાં મોકલ્યો હતો. હું હારનો દોષ કોઈ બીજાને નહીં આપું મારી નબળાઈ હું સ્વીકારૂ છું. કોંગ્રેસની હારનું કારણ ભાજપની શામ દામ દંડ ભેદની નિતી છે, ભાજપ દ્વારા બધું ખરીદવામાં આવે છે.”
લઘુમતી અને દલિતોના વોટ નિર્ણાયક
ભીખા જોષીએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં કોંગ્રેસની હારનું કારણ દલિત વોટ પણ છે. દલિત અને લઘુમતીના વોટ દરેક વોર્ડમાં નિર્ણાયક હતા જે ભાજપને મળતા હાર થઈ છે.
ભીખા જોષી નારાજ હતા
અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનની ચૂંટણી પહેલાં ટિકિટ વહેંચણીને લઈને કોંગ્રેસી ધારાસભ્ય નારાજ થયા હતા. તેમનો દાવો હતો કે પક્ષ દ્વારા તેમને મેયર તરીકે ચૂંટણી લડવાનો વ્હીપ આપવામાં આવ્યો હતો પરંતુ તેમના કાર્યકરોની ટિકિટ કપાતા તેમણે ફોર્મ ભર્યુ નહોતું.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર