Home /News /gujarat /Video: જૂનાગઢ ડેમના ધસમસતા પ્રવાહમાં યુવાન તણાયો, મહિલાઓએ દુપટ્ટાથી બચાવ્યો

Video: જૂનાગઢ ડેમના ધસમસતા પ્રવાહમાં યુવાન તણાયો, મહિલાઓએ દુપટ્ટાથી બચાવ્યો

વીડિયોમાંથી બનાવેલી તસવીર

Junagadh news: હાજર મહિલાઓએ પોતાનો દુપટ્ટો કાઢીને યુવાનને જાનના જોખમે બચાવ્યો હતો

અતુલ વ્યાસ, જૂનાગઢ: ગુલાબ વાવાઝોડાની (Gulab cyclone) અસરન પગલે, ગત મોડીરાત્રીથી જ જૂનાગઢ (rainfall in Junagadh) જીલ્‍લામાં ઘીમી ઘારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં જીલ્‍લાના વિસાવદર શહેર-પંથકમાં ચાર કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસી જતા બારેમેઘ ખાંગા જેવી સ્‍થ‍િતિ સર્જાઇ હતી. જયારે જીલ્‍લાના અન્‍ય તાલુકાઓમાં પણ એકથી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે જિલ્લાના તમામ ડેમમાં પાણીની આવક થઇ છે. ત્યારે વીલીગડન ડેમમાં પણ પાણીની આવક થતા જોવા માટે માનવ મહેરામણ ઉમટ્યુ હતું. ત્યાં એક યુવાન નાહવાની લાલચે ડેમમાં પડ્યો હતો. પરંતુ અચાનક તણાવા લાગતા ત્યાં હાજર મહિલાઓએ તેને બચાવ્યો હતો.

મહિલાઓની સતર્કતાએ યુવાનનો જીવ બચાવ્યો

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગઈકાલે વીલીગડન ડેમ ફરી ઓવરફ્લો થતા ડેમ જોવા માટે માનવ મહેરામણ ઉમટયું હતું. ત્યાં એક યુવાન નાહવાની લાલચે ઓવરફ્લો ડેમના પાણીમાં પડ્યો હતો. પાણીનું વહેણ વધતા તે યુવાન અચાનક ગુબવા લાગ્યો હતો. આ દ્રશ્ય મહિલાઓએ જોતા તેવો એલર્ટ થઇ ગયા હતા. હાજર મહિલાઓએ પોતાનો દુપટ્ટો કાઢીને યુવાનને જાનના જોખમે બચાવ્યો હતો. જે બાદ યુવાનનો આબાદ બચાવ થયો હતો.



દ્વારકામાં યુવાન તણાયો

આવો જ એક બનાવ દ્વારકા જિલ્લાના કોલવા-કંડોરણાં પુલ પર પાણી ફરી વળતા ત્યાં સર્જાયો હતો. કોલવા અને કંડોરણા વચ્ચેના પુલ પર પાણી ફરી વળતા ગ્રામજનો જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યા છે. ત્યારે આવા રસ્તા પરથી એક વૃદ્ધ જઇ રહ્યા હતા ત્યારે અચાનક તેઓ પણ ધસમસતા પ્રવાહમાં તણાયા હતા. આ સાથે એક વ્યક્તિ બીજી તરફ દૂધ આપવા જઇ રહ્યા હતા. આ વ્યક્તિનું બાઇક પણ તણાઇ ગયાની ઘટના સામે આવી હતી.
" isDesktop="true" id="1137715" >

રાજકોટમાં પણ આવી જ ઘટના સામે આવી

રાજકોટના મોટામૌવા બેઠા પુલ પર પણ યુવાન તણાયાની ઘટના પ્રકાશમાં આવી હતી. પાણીના પ્રવાહમાં એક બાઇક સવાર યુવાન તણાયો હતો. જોકે, સદનસીબે, આસપાસના રહેવાસીઓ દોડી આવતા આ યુવાનને મહાજહેમતે બચાવી લેવાયો હતો. બાઇકને શોધવા માટે રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જોકે, તેની બાઇકનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. નોંધનીય છે કે, મોટામૌવાના બેઠા પુલમાં અનેક વાર આ પ્રકારની ઘટના બને છે. સ્થાનિકો દ્વારા પુલ બનાવવા માટેની અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્રની ઊંઘ ઉડતી જ નથી.
First published:

Tags: Gujarat Monsoon 2021, Rescue video, ગુજરાત, જૂનાગઢ