Home /News /gujarat /વિસાવદર: માતાએ હિંમત રાખી દીપડાને લલકાર્યો, મોતનાં મુખમાંથી દીકરાની બચાવી જિંદગી

વિસાવદર: માતાએ હિંમત રાખી દીપડાને લલકાર્યો, મોતનાં મુખમાંથી દીકરાની બચાવી જિંદગી

પ્રતીકાત્મક તસવીર

આપણા ગુજરાતીમાં કહેવત છે ને કે, મા તે મા બીજા બધાં વગડાનાં વા. વિસાવદર તાલુકાનાં પ્રેમપરા ગામે એક ચોંકાવનારી ઘટના ઘટી છે. પ્રેમપરા ગામનાં આઠ વર્ષનો પુત્ર અક્ષય તેની માતાની બાજુમાં સૂતો હતો. ત્યારે અચાનક ઘરમાં દીપડો આવી ગયો હતો અને દીપડાએ છોકરાને માથેથી ઉપાડ્યો હતો. પરંતુ માતાએ પુત્રનો પગ પકડી લીધો હતો. જે બાદ ઘરમાં બૂમાબૂમ થતાં દીપડો છોકરાને મૂકીને ભાગી ગયો હતો. જોકે, આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે સો વારિયા વિસ્તારમાં રહેતા શંભુભાઇ ચારોલિયાનો 8 વર્ષનો પુત્ર અક્ષય માતાની બાજુમાં સુતો હતો. રાતે બે વાગ્યાની આસપાસ અચાનકજ એક દીપડો તેના ઘરમાં ધસી આવ્યો હતો. દીપડાએ અક્ષયનું માથું મોંથી પકડી લીધું હતું. જોકે, અક્ષયે બૂમો પાડતા માતા જાગી ગઇ હતી. તેણે અક્ષયનો પગ પકડી લીધો અને બૂમાબૂમ કરી હતી. જે બાદ ઘરમાં બીજા બધા પણ જાગી ગયા હતા. જે બાદ દીપડો અક્ષયને મૂકીને ભાગી ગયો હતો.

અક્ષયને દીપડાએ ઇજા પહોંચાડી હતી. જેથી તેને પહેલા સારવાર માટે વિસાવદરના સરકારી દવાખાને લઇ જવાયો હતો. ડે બાદ ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં વન અધિકારીઓ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતા. જે બાદ ગામમાં દીપડાને પકડવા માટે પાંજરું મૂકી દેવામાં આવ્યું છે.

વડોદરા: દર્દીનો છેલ્લો વીડિયો - 'છેલ્લા ત્રણ દિવસથી પાણી પણ જાતે જ ભરું છું'

નોંધનીય છે કે, થોડા મહિના પહેલા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી અને આસપાસના ગામમાં ફરી એક વખત દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હત મોડી રાત્રે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગામના જાહેર રસ્તા પર એક ખૂંખાર દીપડો આંટાફેરા મારી રહ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.મોડી રાત્રે ગામના રસ્તા પરથી પસાર થઇ રહેલા એક કારચાલકે ગામના રસ્તા પર આંટાફેરા મારી રહેલા દીપડાને જોયો હતો.

રાજ્યમાં ચશ્માંની દુકાનો ખુલી તો અન્ય વેપારીઓએ કહ્યું, 'અમારો શું વાંક?'
" isDesktop="true" id="1094551" >

આથી આ કાર ચાલકે ગામના રસ્તા પર આંટાફેરા મારી રહેલા દીપડાને મોબાઇલ કેમેરામાં કેદ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગામ અને આસપાસના વિસ્તારમાં એક દીપડો દેખાય રહ્યો હતો. ગામના છેવાડાના વિસ્તારોમાંથી શ્વાન અને મરઘા જેવા નાના પશુ પક્ષીનો શિકાર કરી રહ્યો હતો. જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.
First published:

Tags: Leopard, ગુજરાત, જૂનાગઢ, માતા