ભાજપના પ્રચારે આવેલા નેતાને ખેડૂતોએ કહ્યું,'અમારે વિકાસ નથી જોઈતો લાલ પાણી બંધ કરાવો'

વિસાવદરના નાના કોટડડા ગામની આ બેઠકમાં ખેડૂતોએ આવી લાલ પાણી મુદ્દે નેતાઓનો ઉઘડો લીધો હતો.

વિસાવદરના નાના કોટડા ગામે ભાજપનો પ્રચાર કરવા ગયેલા જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળા સહિતના નેતાઓનો ખેડૂતોએ ઉધડો લીધો

 • Share this:
  અતુલ વ્યાસ, જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાના કોટડા ગામમાં ખેડૂતોએ ભાજપના આગેવાનોનો ઉધડો લીધો છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળા સહિતના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો પ્રચાર કરવા માટે ગયા હતા. પ્રચાર કરવા ગયેલા ભાજપના નેતાઓને ખખડાવતા ખેડૂતોએ કહ્યું હતું કે અમારે વિકાસ નથી જોઈતો લાલ પાણી બંધ કરાવો. ભાજપના નેતાઓનો ઉધડો લેતો વીડિયો વાઇરલ થયો છે.

  ખેડૂતોએ ભાજપના નેતાઓનો  ઉધડો લીધો હતો જેમાં કિરીટ પટેલ પોતે અહીંયાથી ચૂંટાયા ન હોવાનો બચાવ કરી રહ્યાં હતા. ગ્રામજનોએ કહ્યું હતું કે આ પ્રદૂષિત પાણીના કારણે 11 ગામની સીમના બોર,કુવામાં કેમીકલ્સ યુક્ત પાણી આવે છે. આ પાણીના કારણે ખેતીને મોટુ નુકશાન થઈ રહ્યું છે.

  ખેડૂતોએ આ મુદ્દે પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ ભાલાળાને રજૂઆત કરી હતી જોકે તેમ છતાં નિરાકરણ આવ્યું નહોતું. ગ્રામજનો અને ખેડૂતોની રજૂઆતના જવાબમાં કિરીટ પટેલે કહ્યું કે જો મોદી સારા હોય તો મત આપજો, હાલ આ વીડિયો સોશિયલ મીડિયા વાઇરલ થયો છે. પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળા પણ આ વાતનો એકરાર કરી રહ્યાં છે કે પ્રદૂષિત પાણીનો પ્રશ્ન છે તે અમે સ્વીકારીએ છીએ.
  Published by:Jay Mishra
  First published: