જૂનાગઢ : ગુજરાતીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને કોરોના ગાઇડલાઇન સાથે મંજૂરી આપી દેવામાં આવી છે. આ મેળામાં દરેક શ્રદ્ધાળુઓને મંજૂરી મળશે. નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લા કલેક્ટરે આ અંગેની જાહેરાત કરી છે. તંત્રનો દાવા પ્રમાણે આ મેળો અત્યાર સુધીનો સૌથી સારો મેળો યોજવાનો છે. મેળાના આયોજન માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. આ નિર્ણય લેવાયો તે બેઠકમાં સાધુ સંતો, ધારાસભ્ય, પદાધિકારીઓ, સામાજિક સંસ્થાઓ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, ગરવા ગિરનારમાં આગામી 25 ફેબ્રુઆરી મહા વદ નોમના દિવસથી શિવરાત્રીનો મેળા શરૂ થવા જઇ રહ્યો છે.
નોંધનીય છે કે, શિવરાત્રીના મેળાને મંજૂરી મળે તેટલા માટે જૂનાગઢ મહાનગર પાલિકાના પદાધિકારીઓ તથા ભાજપના આગેવાનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને રજૂઆત કરી હતી. જે બાદ આજે એટલે કે ગુરૂવારે કલેક્ટર કચેરી ખાતે એક મહત્વની બેઠક યોજાઇ હતી. અહીં કલેક્ટર સાથે સાંસદ, ધારાસભ્ય, સાધુ-સંતો, સ્થાનિક નેતાઓ બેઠક કરશે. ત્યારે આવતીકાલે શિવરાત્રીના મેળાને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના મહામારીને કારણે બે વર્ષથી ભવનાથ તળેટીના ભવનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીનો મેળો મર્યાદિત અને સાધુસંતો માટે આયોજિત થતો હતો. પરંતુ આ વર્ષે આ મેળો તમામ ભક્તો માટે આયોજીત કરવામાં આવ્યો છે. જોકે, તમામ શ્રદ્ધાળુઓને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.
જૂનાગઢમાં શિવરાત્રિ પર ભવનાથનો મેળો યોજાશે.. કલેક્ટરે ભવનાથના મેળાને આપી મંજૂરી pic.twitter.com/0cVb4oUQGO
ભવનાથના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડતા હોય છે. ખાસ કરીને રવેડી સરઘસના દર્શન તેમજ રાત્રે નીકળતી દિગમ્બર સાધુઓની રવેડીનું ભવનાથના મેળામાં ખાસ્સું આકર્ષણ હોય છે. બે વર્ષથી સામાન્ય જનતા માટે બંધ રાખવામાં આવેલા આ મેળામાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર