Home /News /gujarat /

જૂનાગઢના ગાંઠીલા ગામ પાસે કાર ધડાકાભેર પુલ સાથે અથડાઈ, પાંચનાં મોત, બેને ઇજા

જૂનાગઢના ગાંઠીલા ગામ પાસે કાર ધડાકાભેર પુલ સાથે અથડાઈ, પાંચનાં મોત, બેને ઇજા

ગાડી એટલી ઝડપે અથડાઈ કે તેનો કચ્ચરઘાણ નીકળી ગયો, કારમાં ચગદાઈ ગયેલાં લોકોને કાચ તોડીને બહાર કઢાયાં છે.

ગાડી એટલી ઝડપે અથડાઈ કે તેનો કચ્ચરઘાણ નીકળી ગયો, કારમાં ચગદાઈ ગયેલાં લોકોને કાચ તોડીને બહાર કઢાયાં છે.

    ન્યૂઝ 18 ગુજરાતી :  જૂનાગઢ જિલ્લાનાન મેંદરડા તાલુકાના ગાંઠીલા ગામની ચોકડી પાસે એક ગમખ્વાર અકસ્માત થયો છે. નવાગામ ગાંઠીલા પાસે એક ફોર્ડ એન્ડેવર કાર ધડાકાભેર પૂલ પાસે અથડાતાં પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત થયાં છે જ્યારે બેને ઇજા થઈ છે. ફોર્ડ એન્ડેવર કારના (GJ-11-CD-0001) ચાલક ઇશાન્ત ચંદાણીએ સ્ટીરિંગ પર કાબુ ગુમાવતા કારમાં સવાર ૭ વ્યક્તિઓ પૈકી ૫ નું ઘટના સ્થળે જ મૃત્યુ. ગાડી એટલી ઝડપે અથડાઈ કે તેનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. અકસ્માતના પગલે સ્થાનિકો એકઠાં થઈ ગયા હતા. કારમાં ચગદાઈ ગયેલાં લોકોને કાચ તોડીને બહાર કઢાયાં છે.

    ગાંઠીલા પાસેથી પસાર થતી ગાડી પુલ સાથે અથડાતા ધડાકાભેર અકસ્માત થયો હતો. કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા 7 લોકોમાંથી 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે 2 લોકોને ગંભીર ઈજા થતાં તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. સમગ્ર ઘટનાનાં પગલે કારને તોડીને પાંચેયનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતા. પાંચેય મૃતકનાં મૃતદેહોને પીએમ માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે અને પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.



    આ ઘટના વિશે માહિતી આપતા મૃતક એઝાઝ ચંદાણીના પિતા ફિરોઝ મીરે જણાવ્યું કે 'મારો દીકરો અને તેમનો ભત્રીજો તેમજ તેમની બહેનપણીઓ સાસણ ગયાં હતા. મને રાત્રે દોઢ વાગ્યે ફોન આવ્યો હતો કે તમારી કારનો અકસ્માત થયો છે. અમે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે પાંચ લોકોનાં મોત થયાં હતા.'

    મૃતક એઝાઝ ચંદાણીની ફાઇલ તસવીર


    મૃતકોનાં નામ

    ઇશાંત સલીમભાઈ ચંદાણી (ઉંમર-19)
    એઝાઝ ફિરોઝભાઈ ચંદાણી (ઉંમર-25)
    ભાવિક કાળુભાઇ મકવાણા (ઉંમર-24)
    પાયલબેન વિનોદભાઈ લાઠીયા (ઉંમર-20)
    કુંજનબેન પ્રદીપગીરી અપારનાથી (ઉંમર-20)

    સારવાર હેઠળ

    સુનિલ સોલંકી (ઉંમર-24)
    સનમ સલીમભાઈ મીર (ઉંમર- 15)
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jungadh, અકસ્માત, કાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन