જામનગર (Jamnagar) માં એક ભાઈ છેલ્લા અનેક વર્ષથી ફ્રીમાં હોમ ડિલિવરી (Free Home Delivery in Jamnagar) ની સુવિધા પુરી પડે છે, જેમાં જામનગરની ફેમસ ખાણી-પીણી (Food dish) થી લઇને બસ-ટ્રેન અને ફલાઈટની ટિકિટ તમને ઘરે પહોંચાડી આપે છે.
Sanjay Vaghela, Jamnagar: આજના ભાગદોડ ભર્યા યુગમાં મોટાભાગના લોકો પાસે સમયનો અભાવ હોયછે, આ વાતને ધ્યાનમાં રાખી અનેક કંપનીઓ દ્વારા હોમ ડિલિવરીની સુવિધા શરુ કરી છે. જો કે ઘર બેઠા કોઈ વસ્તુ મંગાવવી હોઈ તો તેનો એક્સટ્રા ચાર્જ પણ ચુકાવવો પડે છે.પરંતુ તમને જાણીને ખુબ જ નવાય લાગશે કે જામનગર (Jamnagar) માં એક ભાઈ છેલ્લા અનેક વર્ષથી ફ્રીમાં હોમ ડિલિવરી (FreeHome Delivery in Jamnagar)ની સુવિધા પુરી પડે છે, જેમાં જામનગરની ફેમસ ખાણી-પીણી (Food dish) થી લઇને બસ-ટ્રેન અને ફલાઈટની ટિકિટ તમને ઘરે પહોંચાડી આપે છે. આ કામ કરવાના તેઓ એક પણ રૂપિયાનો ચાર્જ (Whitout charge) લેતા નથી.જામનગરમાં આ ભાઈને લોકો 108 તરીકે પણ ઓળખે છે.
જામનગરના જાણીતા વિસ્તાર પંચેશ્વર ટાવર પાસે જયરાજભાઈ દોશીની ઓફીસ આવેલી છે. ઓફિસ તો નામની જ છે, પરંતુ તેઓ આખો દિવસ લોકોને ઘર બેઠાં વસ્તુ પહોંચાડવામાં જ વ્યસ્ત રહે છે. એટલું જ નહીં જયરાજભાઈ જામનગરમાં 108 ના નામથી જાણીતા છે. આ બિરુદ તેઓને એટલા માટે મળ્યું છે કે જામનગરમાં કોઈપણ વ્યક્તિને ખાવા-પીવાથી લઈને ટ્રાવેલ્સની ટીકીટ ઘરે પહોંચાડે છે. એટલું જ નહીં જો તમારે કોઈ વસ્તુ કુરિયર કરવી છે તો તમારા ઘરેથી એ વસ્તુ લઇ જઈ કુરિયર ઓફિસ સુધી પણ પહોંચાડવાનું કામ જયરાજભાઈ કરે છે. આ કામ કરવાનાં તેઓ એક પણ રૂપિયા લેતા નથી. જયરાજભાઈનું કહેવું છે કે તેઓ આ કામ સેવા ભાવથી જ કરે છે.
હવે તમને વિચાર આવશે કે શું લોકોને ઘર બેઠાં સુવિધા પહોંચાડવા માટે જયરાજભાઈ પોતાના ખિસ્સામાંથી ખર્ચ ભોગવે છે? તો તમને જણાવી દઈએ કે જયેશભાઈ જે તે ટ્રાવેલ્સ સંચાલક, કરિયર સર્વિસ, ખાણીપીણીના માલિક પાસેથી કમિશન મેળવે છે. જો કે જાહેર જનતાને તેઓ ઘર સુધી પહોંચાડવાના એક પણ ચાર્જ લેતા નથી.જ્યાંથી વસ્તુ મંગાવી હોયતેની મૂળ કિંમત તમારે જયરાજભાઈ અથવા ડાઇરેક્ટ માલિકને જ ચુકાવવાના.
દેશવિદેશમાં પહોંચાડે છે પાર્સલ
જયરાજભાઈએ જણાવ્યું કે તેઓને લંડન તેમજઅન્ય રાજ્યમાંથી હોમ ડિલિવરી કરવાનાં ફોન આવે છે. એટલું જ નહીં જામનગરના જાણીતા વેપારીઓ ખુદ જયરાજભાઈનો સંપર્ક આપે છે. જેથી ગ્રાહકને વસ્તુ મળી રહે. જયરાજભાઈએ જણાવ્યું કે તેઓએ લંડન, મુંબઈ સહીત અનેક સ્થળોએ વસ્તુ પહોંચાડી છે.
જો તમારે પણ જામનગરની કોઈ પ્રખ્યાત વસ્તુ મંગાવવી હોઈ તો તમે પણ જયરાજ દોશીનો સંપર્ક કરી શકો છો, આ માટે તેમનો નંબર છે +919429119049. તમારે વૉટ્સએપ્પ પર સરનામું અને કઈ વસ્તુ કેટલી જોઈએ છે તે લખીને મોકલી આપવાનું એટલે તમારા ઘરે એ વસ્તુ પહોંચી જશે.