સમજો જસદણનું જાતિવાદ ગણિત, ભાજપ સદી ફટકારશે કે નર્વસ 99નો થશે શિકાર!

 • Share this:
  જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ ગયું છે. તમામ ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં કેદ થઇ ગયું છે. ખાસ કરીને મુખ્ય બે પક્ષ ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાની જંગ બની ગઇ છે આ પેટા ચૂંટણી. જેમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા જેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા અને યોજવી પડી ફરી ચૂંટણી. તો કોંગ્રેસે આ વખતે જમીન સાથે જોડાયેલા અવસર નાકિયાને ટિકિટ આપી નસીબ અજમાવ્યું છે. આ સિવાય જસદણ ચૂંટણીમાં જાતિવાદ ગણિત પણ સમજાવા જેવું છે. આવો એક નજર કરીએ.

  જસદણ પેટા ચૂંટણી ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ તો બની છે, એમાં કોઇ શંકા નથી, બંને પક્ષોએ એડીચોટીનું જોર પણ લગાવ્યું છે. પરંતુ સ્થાનિક જાતિવાદનું ગણિત પણ સૌથી વધુ અસર કરે છે. જસદણ મત વિસ્તારમાં કુલ 2.32 લાખ ઉમેદવારો છે. જેમાં સૌથી વધુ 35 ટકા મતદારો કોળી છે, તો 20 ટકા લેઉઆ અને 5 ટકા કડવા પાટીદાર મતદારો છે. બાકી બે-પાંચ ટકા અન્ય જ્ઞાતિના મતદારોનો સમાવેશ થાય છે. ત્યારે સ્પષ્ટ થઇ રહ્યું છે કે જસદણ સીટ પર પાટીદારોનું ફેક્ટર સૌથી વધુ અસર કરશે.

  વાત કરીએ હાલના વિધાનસભાની સ્થિતિની તો ભાજપ પાસે હાલ 99 સીટ સાથે સત્તા પર છે, જસદણ સીટમાં હાર થશે તો આબરુ સિવાય બીજુ કશુ ગુમાવવાનું નથી. પરંતુ જીત થશે તો તેમના ખાતામાં 100 સીટ આવી જશે. એટલે કે તેઓ સદી ફટકાશે. બીજી બાજુ કોંગ્રેસ બાવળિયાનો બદલો લેવાની ભાવનાથી ચૂંટણી લડી રહ્યું છે, સાથે જ હાલમાં જ ત્રણ રાજ્યમાં સત્તા મળતા નવું જોમ ઉમેરાયું છે, એ પણ ખાસ અસર કરી શકે છે.
  Published by:Sanjay Vaghela
  First published: