Home /News /gujarat /રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ભાજપમાં જોડાયા, કહ્યું- 'તમામ જવાબદારી માટે તૈયાર'

રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ભાજપમાં જોડાયા, કહ્યું- 'તમામ જવાબદારી માટે તૈયાર'

રીવાબાએ કૃષિ મંત્રી આર.સી. ફળદુ અને સાસંદ પૂનમબેન માડમની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો હતો.

કૃષિ મંત્રી આર.સી. ફળદુએ ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં જામગનરના સાંસદ પુનમ બેન માડમની હાજરીમાં જોડાયા.

રવિ બુદ્ધદેવ, જામનગર: ટીમ ઇન્ડિયાના ઑલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા રવિવારે કૃષિ મંત્રી આર. સી ફળદુની ઉપસ્થિતીમાં ભાજપમાં જોડાયા હતા. અગાઉ રીવા બા અને રવિન્દ્ર જાડેજાએ વડાપ્રધાન મોદીને નવેમ્બર મહિનામાં સૌજન્ય મુલાકાત કરી હતી અને ત્યારથી જ જામનગર બેઠક પર કંઈક રંધાઈ રહ્યું હોવાના એંધાણ હતા. રવિવારે ભારતીય જનતા પાર્ટી જામનગર દ્વારા યોજાયેલા સમારંભમાં રીવાબા જાડેજાએ સાંસદ પૂનમ બેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જામનગર ભાજપના પદાધિકારીઓની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આવતીકાલે જ્યારે વડાપ્રધાન મોદીની જામગનર ખાતે સભા છે, તેના પહેલાં રીવાબાના ભાજપ પ્રવેશથી જામનગર લોકસભા બેઠક પર તેમની ઉમેદવારી અંગે અનેક અટકળો વહેતી થઈ હતી. રીવાબાએ પણ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે તે રાજકારણ માટે તૈયાર છે અને પક્ષ દ્વારા જે જવાબદારી સોંપવામાં આવશે તે નિભાવવા માટે સક્ષમ છે.

રીવાબા જાડેજા ગત વર્ષે કરણી સેનામાં જોડાયા હતા અને ત્યારબાદ તેમણે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. જ્યારથી રવિન્દ્ર જાડેજા અને રીવાબાએ વડાપ્રધાન મોદીની મુલાકાત કરી ત્યારથી જ ચર્ચા હતી કે તેમને જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવામાં આવશે.

રીવાબાએ ભાજમાં જોડાયા બાદ ન્યૂઝ 18 સાથેનીવાતચીતમાં કહ્યું, “ તમે સમયની માંગ કહો અથવા તો કોઇન્સીડેન્સ કહી શકો કે મને આજે જ સમાચાર મળ્યા ત્યારે હું ભાજપમાં જોડાઈ છું. ભાજપ અને વડાપ્રધાનની જે મારા પરથી જે અપેક્ષા હશે તે હું પુરૂી કરીશ. હું સમાજ સેવા અને યુવા ચહેરા તરીકે જોડાઈ શકો.”

લોકસભાની ચૂંટણી અંગે તેમણે જણાવ્યું, “ચૂંટણી લડવા અંગે ભાજપ અને વડાપ્રધાન મોદી નક્કી કરે છે, મારી અપેક્ષા નથી. અમે જયારે વડાપ્રધાન મોદીને મળ્યા ત્યારે તેમની સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે યુવા પ્રતિભા તરીકે તમે આગળ આવો અને સમાજ સેવા કરો, ત્યારબાદ અમે તેમની સાથે વાતચીત કરી અને મારો વિચાર જણાવ્યો હતો અને વડાપ્રધાન કહ્યું હતું કે  આગળવધો હું તમારી સાથે છું. ”

આ પણ વાંચો: કરણી સેનામાં જોડાયા બાદ રીવાબા PM મોદીને મળ્યાં, જામનગર બેઠક પર નવાજૂનીનાં એંધાણ?

રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજાએ 20મી નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી ત્યારથી જ તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચા હતી.


જોકે, હજુ સુધી રીવાબા ચૂંટણી લડશે કે નહીં તે જાહેર થયું નથી પરંતુ તેમના ભાજપ પ્રવેશથી આ અટકળોને વેગ મળ્યો છે. જ્યારે રીવાબા અને રવિન્દ્ર જાડેજા વડાપ્રધાન મોદીને મળ્યા ત્યારે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને તે સૌજન્ય મુલાકાતની તસવીર પણ ટ્વીટર પર શેર કરી હતી.

રીવાબાનો પરીચય
રીવાબાની વાત કરીએ તો રીવાબાએ દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યુ છે. ગુજરાતી સહિત અંગ્રેજી પર તેનું સારું એવું પ્રભુત્વ છે. પોતાની કેરિયરને સિવિલ સર્વિસમાં બનાવવા માંગતા હતા. એટલે એન્જિનિયરિંગ બાદ દિલ્હીમાં જ યુપીએસસીની તૈયારી કરતા હતા. લગ્ન બાદ તૈયારી કરી રહ્યા નથી. આમ રીવાબા મિકેનિકલ એન્જિનિયર છે અને લગ્ન પહેલા યુપીએસસીની તૈયારી કરતા હતા. લગ્ન પહેલા રીવાબા ક્રિકેટ જોતા નહોતા પરંતુ લગ્ન બાદ તેમને ક્રિકેટ ગમવા લાગ્યું છે. રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફૂલ્લાબાના એક માત્ર સંતાન છે. બધા સંયુક્ત પરિવારમાં રહે છે. જેમાં કાકાનો પરિવાર પણ સામેલ છે. દાદા નથી જ્યારે દાદી હયાત છે.
First published:

Tags: Loksabah 2019, ક્રિકેટ, રવિન્દ્ર જાડેજા, રાજકારણ, રિવાબા જાડેજા