કિંજલ કારસરીયા, જામનગર : જામનગરમાં (Jamnagar) સમગ્ર વાલીઓ અને કુમળી વયના બાળકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સોળ-સત્તર વર્ષની વયના બે મિત્રો (teenager friends escaped from home) રાતોરાત કમાઇ અને પગભર થવાની લાલસા ધરાવી ઘરેથી કોઇને પણ કહ્યા વગર નીકળી ગયા હતા. પોતાના પિતાને પોતે કમાવા જાય છે તે અંગેની જાણ કરતો વીડિયો whatsapp પર મોકલતા જ પરિવાર ચિંતાતુર થયો હતો. અંતે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ત્યાં News18ગુજરાતીની ટીમ પણ પહોંચી હતી. આ બન્ને કિશોરોને શોદવામાં પોલીસની મદદ કરી હતી. 12 કલાકની જહેમત બાદ બંને કિશોરોનું પરિવાર સાથે ફરીથી મિલન કરાવ્યું હતુ
છેલ્લા કોલે ખોલ્યો રાઝ
સોમવારે સવારે 7.15 કલાકે News18ની ટીમ અને કિશોરોના વાલી બન્ને બાળકોને પરત લાવવામાં સફળ થયા હતા. ત્યાર બાદ સમગ્ર મામલે News18 સંવાદદાતા કિંજલ કારસરીયાએ ઊંડાણ પૂર્વકના રસ સાથે મોબાઇલ નંબરના આધારે અંતિમ કોલ જ્યાં કર્યા છે ત્યાં તપાસ કરતા સામે આવ્યું હતું કે, બંને કિશોરો જામનગરથી ઇગલ ટ્રાવેલ્સમાં મુંબઈ જવા માટે નીકળ્યા હતા.
બાળકો સાથે ન્યૂઝ18 ગુજરાતીના સંવાદદાતા કિંજલ કારસરીયા
બસ રોકાવીને કિશોરોને સમજાવ્યા
તાત્કાલિક સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને લોકેશન શોધી આપી લીંબડીથી આગળ પાણશીણા પોલીસને જાણ કરતાં રસ્તામાં જ ટ્રાવેલ્સની બસ રોકાવી તેમાંથી બંને બાળકોને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને આ પૂર્વે જામનગરથી સતત સંપર્કમાં રહી News18 સંવાદદાતા કિંજલ કારસરીયા અને બન્નેના વાલી-વારસ સાથે સુરેન્દ્રનગર જીલ્લાનાં પાણશીણા ખાતે પોલીસ મથકે પહોંચ્યા હતા અને બાળકોને સમજાવી પરત લાવ્યા હતા.
કિશોરો સાથે મિલનથી પરિવાર ખુશખુશાલ
મોડી રાતે સવારના સવા સાત વાગ્યા સુધી સમગ્ર ઓપરેશન પાર પાડી પરિવાર સાથે બાળકોનું મિલન થતા પરિવારજનો પણ ખુશખુશાલ છે અને પરિવારજનો સાથે બાળકોએ પણ આવી ભૂલ અન્ય બાળકોને ન કરવા અપીલ કરી હતી.
જામનગરઃ ગુમ થયેલા બે કિશોર મળી આવ્યા, કિશોરને શોધવામાં ન્યૂઝ18 ગુજરાતીની ટીમ જોડાઈ હતી pic.twitter.com/FPaKWeWYqf