યાત્રાધામ દ્વારકાના જગત મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ધામધુમથી કરવામાં આવી. 12 વાગે કૃષ્ણ જન્મ પહેલાં સાસંદ પૂનમબેન માડમ મંદિરે પહોચ્યા હતા. જેમને કૃષ્ણ જનમોસ્ત્વ સાથે મોદી સરકારની ઉપલબ્ધિ વચ્ચે દ્વારકામાં વિકાસ અંગે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત બેટ દ્વારકાથી દ્વારકા કેબલ બ્રિજ વચ્ચેના જોડાણ સાથે દ્વારકા મંદિરને કેવી રીતે વિકાસ મળ્યો એ અંગે જણાવ્યું હતું.
ન્યુઝ18 ગુજરાતી સાથેની EXCLUSIVE વાતચીત દરમિયાન તેમને જણાવ્યું કે, કૃષ્ણ જન્મ અને કૃષ્ણ જીવન અને રાજકારણ બંનેને જો જોડીએ તો ઘણું બધું શીખવા જેવું મળે. કૃષ્ણ જીવનમાં પણ એ જોયું છે, આપણે કે ઘણી બધી તકલીફો સામે કૃષ્ણએ કેવી રીતે જીવન.પસાર કર્યું. ઉલ્લેખનીય છે કે, જામનગર લોક સભાની ચુંટણીમાં પૂનમ માડમ પોતાના કાકા કટ્ટર વિરોધી અને કોંગી વિક્રમ માડમને હરાવી ચૂક્યા છે.
જામનગર નું રસપ્રદ રાજકારણ
જામનગર લોકસભા બેઠક પરની ચૂંટણી જંગ રાજ્યમાં સૌથી રસપ્રદ બની રહ્યો. વર્ષ 2012 પહેલાં છેલ્લી બે ટર્મથી ચૂંટાઇ રહેલા કોંગ્રેસના વિક્રમ માડમ સામે તેમના સગા ભાઈની પુત્રી અને ખંભાળિયાનાં ધારાસભ્ય પૂનમ માડમને ભાજપે જંગમાં ઉતાર્યાં હતા.
ભત્રીજી આ બેઠક પર પોતાના કાકાના વિજયની હેટ્ટ્રિક રોકવામાં સફળ થઈ હતી જ્યાં કોંગ્રેસ આ બેઠક પર છેલ્લાં 35 વર્ષથી લડી રહ્યું હતું.વર્ષ 2022ની ચુંટણી નજીક છે, ત્યારે ફરી એક વાર પૂનમ માડમે ગર્ભિત રીતે આ સીટ પર ભાજપની જીત માટે સંદેશ આપ્યો છે.
પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ દેસાઇ પણ બોલ્યા કે...
કૃષ્ણ જન્મોત્સવને લઇને પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ દેસાઇ પણ પહોંચ્યા હતા જ્યાં તેમણે ન્યુઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વર્ષ 2020માં સ્પષ્ટ બહુમતીથી ભાજપ આગળ આવશે. તેમને વધુમાં જણાવ્યું કે, 2022 ચૂંટણીમાં રસાકસીનો જંગ રહેશે પરંતુ એક વાત નક્કી છે કે, 182 સીટમાંથી બહુમતી ભાજપની રહેશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર