Home /News /gujarat /

જામનગરની મેડિકલ કોલેજના વિદ્યાર્થીનો હોસ્ટેલમાં રહસ્યમયી રીતે આપઘાત

જામનગરની મેડિકલ કોલેજના વિદ્યાર્થીનો હોસ્ટેલમાં રહસ્યમયી રીતે આપઘાત

ગુરુવારે બપોરના સમયે એકાએક ગળે ફાંસો ખાઇ આપઘાત (Student suicide) કરી લીધો છે.

Jamnagar News: સેઝાનની ઇન્ટરનલ પરીક્ષા શરૂ થવાની હતી અને તેનો મિત્ર પણ અકસ્માતમાં મૃત્યુ પામ્યો તો બીજી તરફ સુઝાને પરીક્ષાની તૈયારીઓ પણ ન કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

    કિંજલ કારસરીયા, જામનગર : જામનગરની (Jamnagar) એમ.પી.શાહ મેડીકલ કોલેજના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતો મૂળ ગાંધીનગરનો રહેવાસી સેઝાન મન્સૂરી બાબુભાઈ નામનો 19 વર્ષીય યુવક હોસ્ટેલના 8 નંબરના બ્લોકમાં આવેલા 6 નંબરના રૂમમાં ગુરુવારે બપોરના સમયે એકાએક ગળે ફાંસો ખાઇ આપઘાત (Student suicide) કરી લીધો છે. જે બાદ આખી હોસ્ટેલમાં હડકંપ મચી ગયો છે.

    જોકે, સેઝાને કયા કારણોસર આપઘાત કર્યો તે રહસ્ય હજી અકબંધ છે. આ દરમ્યાન જાણવા મળ્યું છે કે, સેઝાનની ઇન્ટરનલ પરીક્ષા શરૂ થવાની હતી અને તેનો મિત્ર પણ અકસ્માતમાં મૃત્યુ પામ્યો તો બીજી તરફ સુઝાને પરીક્ષાની તૈયારીઓ પણ ન કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી નપાસ થવાની બીકે તેને આ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    અહીં કર્યો હતો આપઘાત


    જોકે આપઘાતની ઘટના બાદ પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ અંગે પોલીસ તપાસમાં વધુ શું ખૂલે છે તે તો તપાસને અંતે જ બહાર આવશે. સાથી વિધાર્થીઓના નિવેદન નોંધવા સાથે તપાસ શરૂ કરી છે.ભોગગ્રસ્ત તબીબી વિધાર્થી ગાંધીનગર પંથકનો રહેવાસી હતો જેના પરીવારને પણ જાણ કરાઇ છે.

    સેઝાન મન્સૂરી બાબુભાઈ


    ગત મહિને પાલનપુર તાલુકાની મોરિયા બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ પણ આપઘાત કર્યો હતો. ભિલોડાના જયદીપ દરજી નામના યુવકે બનાસ મેડિકલ કોલેજના ધાબા પરથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. બનાસ મેડિકલ કોલેજમાં આજે સવારે 9 વાગ્યે સી આર પાટીલનો કાર્યક્રમ હતો. તે પહેલા જ યુવાને પડતુ મૂકીને આપઘાત કરી લીધો હતો.

    આ વિદ્યાર્થી એમબીબીએસમાં અભ્યાસ કરતો હતો. યુવકના આપઘાત બાદ કોલેજના વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છવાયો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: આપઘાત, ગુજરાત, જામનગર

    આગામી સમાચાર