Home /News /gujarat /

હૃદય બેસી જાય તેવા CCTV ફૂટેજ : જામનગરમાં ઢોરે વૃદ્ધને અડફેટે લેતા થયું મોત

હૃદય બેસી જાય તેવા CCTV ફૂટેજ : જામનગરમાં ઢોરે વૃદ્ધને અડફેટે લેતા થયું મોત

સીસીટીવી વીડિયો વાયરલ

Jamnagar Stray cattle CCTV: ચાંદી બજાર નજીક રહેતા ભરતભાઈ તેમના ઘરેથી બહાર નીકળ્યા ત્યારે તેઓના ઘર પાસે રસ્તે રઝળતા ઢોરે હડફેટે લેતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી

    કિંજલ કારસરીયા, જામનગર : જામનગરમાં (Jamnagar CCTV video) રખડતા ઢોરની સમસ્યા સમવાનું નામ નથી લઈ રહી. રવિવારે શહેરના પોશ વિસ્તારમાં રખડતા પશુએ વૃદ્ધને હડફેટે લઇ મોતને ઘાટ ઉતાર્યા છે. અગાઉ પણ શહેરમાં અનેક રખડતી રંજાડ ને કારણે દુર્ઘટનાઓ ઘટી છે ત્યારે આ સમસ્યાનો કાયમી નિવેડો હજીપણ આવ્યો નથી.

    જામનગર શહેરમાં રખડતા ઢોરની હડફેટે એક આધેડનું મોત થયું છે. જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતા ભરતભાઈ બોસમીયા નામના આધેડનું રખડતા ઢોરે હડફેટે લેતા ગંભીરરીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર મળે તે પહેલાં જ તેઓ મોતને ભેટ્યા છે.

    આ પણ વાંચો: આગ ઓલવવામાં મદદ કરતા રોબોટમાં જ થયો બ્લાસ્ટ, અમદાવાદનો ફાયરમેન ઇજાગ્રસ્ત

    જામનગર શહેરના પોશ વિસ્તાર ગણાતા ચાંદી બજાર નજીક રહેતા ભરતભાઈ તેમના ઘરેથી બહાર નીકળ્યા ત્યારે તેઓના ઘર પાસે રસ્તે રઝળતા ઢોરે હડફેટે લેતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. ગંભીર ઇજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેઓનું મૃત્યુ નીપજ્યું છે.



    જામનગરમાં રખડતા ઢોરની આતંકની આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ છે અને તેના ફૂટેજ પણ સામે આવ્યા છે. જે કમકમાટીભર્યા દ્રશ્યો પણ લોકોને હચમચાવી દે તેવા છે. બે દિવસ પહેલા જ શહેરમાં રખડતા ઢોરે એક વૃદ્ધને હડફેટે લેતા તેઓને હાલ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે અને રખડતી રંજાડે એક વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા છે. ત્યારે શહેરીજનોમાં રોષ વ્યાપ્યો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Accident CCTV, ગુજરાત, જામનગર, સીસીટીવી

    આગામી સમાચાર