જામનગર જિલ્લા અને શહેરમાં ભારે વરસાદ: અનેક ગામો બેટમાં ફેરવાયા, નદીઓમાં ઘોડાપૂર, રાજકોટ-જામનગર હાઇવે બંધ

અલિયાબાડા ગામે પશુઓ તણાયા

Jamnagar heavy rain: જામનગર જિલ્લા અને શહેરમાં શ્રીકાર વર્ષા. અલિયાબાડા ગામ ખાતે પશુઓ નદીમાં તણાયા. ગામમાં ગળાડૂબ પાણી. લોકોએ ધાબા પર રાત પસાર કરી.

 • Share this:
  જામનગર: જામનગર જિલ્લા (Jamnagar district heavy rain)અને શહેરમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. જામનગર શહેરમાં જ છેવાડાના વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા છે. જ્યારે જિલ્લાના અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. આ અંગે જે જે વીડિયો અને તસવીરો સામે આવી છે તે ખરેખર ડરાવનારી છે. ભારે વરસાદને પગલે જામનગરથી કાલાવડ (Jamnagar to kalavad) અને રાજકોટ તરફના બંને રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) પણ જામનગર કલેક્ટર સાથે વાતચીત કરીને લોકોને રેસ્ક્યૂ કરવાની સૂચના આપી છે. જામનગરના જિલ્લાના અલિયાબાડા, જાંબુડા, બલચડી, મોટી બનુગર, સપડા, બેરજા (પસાયા) પંથકમાં હોનારતના અહેવા મળી રહ્યા છે. અહેવાલ પ્રમાણે અહીં 20-25થી ઇંચ વરસાદ ખાબકી ગયો છે. બલાચડી રોડ ઉપર 20 ફૂટ પાણી હોવાના અહેવાલ છે.

  જામનગર જિલ્લાના અનેક ગામો જળબંબાકાર:

  સપડા ગામ: વરસાદને પગલે જિલ્લાની અનેક ગામ બેટમાં ફેરવાયા હોવાના અહેવાલ છે. ભારે વરસાદને કારણે ખીમરણા ગામ બેટમાં ફેરવાયું છે.
  નદીમાં ઘોડાપૂર આવતા નદીનું પાણી ગામમાં ઘૂસી ગયું છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ગરકાવ થવા લાગ્યા છે.

  ખીમરાણા ગામ: જામનગરમાં ભારે વરસાદને પગલે ખીમરાણા ગામ હાલ સંપર્ક વિહોનું બન્યું છે. જેના પગલે ગ્રામજનોએ તંત્ર પાસે મદદ માંગી છે.  બેરાજા ગામ: ભારે વરસાદને પગલે બેરાજા ગામમાં પણ પાણી પાણી થઈ ગયું છે. નવા બનેલ પુલ ઉપર પણ પાણી ફરી વળ્યાં છે. વરસાદને પગલે બેરાજા ગામમા ઘરોમાં પાણી ભરાયા છે.  રણજીતસાગર ઓવરફ્લો: ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જામનગર શહેરને પાણી પૂરું પાડે છે તે રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. રણજીતસાગર ડેમમાં નવા નીર આવતા શહેરના પાણીની સ્થિતિ હળવી થઈ હોય તેવું લાગી રહ્યું છે.  નાઘુના ગામ: મળતી માહિતી પ્રમાણે જામનગર-રાજકોટ વચ્ચેના ગામોમાં ભારે વરસાદ પડ્યો છે. જામનગરના નાઘુના ગામમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ગામમાંથી નદીની જેમ પાણી વહી રહ્યું છે.

  અલિયાબાડા ગામ: જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે અલિયાબાડા ગામમાં ઢોર પાણીમાં તણાયા છે. ગામના રસ્તાઓ પર જાણે કે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.  અલિયાબાડા ગામ ખાતે ગળાડૂબ પાણી છે. ગામના લોકોએ આખી રાત ધાબા પર વિતાવી હતી. સોમવારે સવારે વહીવટી તંત્રની ટીમ પહોંચી હતી અને ગામના 25થી વધારે લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.

  કાલાવડમાં આઠ ઇંચ વરસાદ:

  સોમવારે સવારે છ વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન એટલે કે ચાર કલાકમાં કાલાવડ તાલુકામાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટના ધોરાજીમાં છ ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં છ ઇંચ વરસાદ પડ્યો છે. નીચે જુઓ સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધી પડેલો વરસાદ.
  ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.


  Published by:Vinod Zankhaliya
  First published: