કિંજલ કારસરીયા, જામનગર: સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી ગુરૂગોવિંદસિંઘ હૉસ્પિટલના (GuruGovindsingh Hospital) કોવિડ વિભાગમાં (Covid Department) મહિલા એટેન્ડેન્ટ (woman attendent) સાથે યૌન શોષણ (Sexual exploitation) થતું હોવાના કથિત ઘટનાક્રમ બાદ રાજયમાં (Gujarat) ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે જેના પર સમગ્ર યૌન શોષણનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે તે એચ.આર. મેનેજર એલ.બી. પ્રજાપતિ સાથે વાત કરીને તેમની બાજુથી પણ આ વિવાદ જોવાનો પ્રયાસ કરાયો છે. આ અંગે તેમણે તપાસ કમિટીમાં નિવેદન આપ્યા બાદ તેમની સંડોવણી અંગે News18ગુજરાતી સમક્ષ તેઓએ નિર્દોષ હોવાના દાવા સાથે સામગ્ર મુદ્દે Exclusive વાતચીત કરી હતી.
'લાગેલા આરોપોમાં કોઇપણ તથ્ય નથી'
એચઆર મેનેજર એલ.બી પ્રજાપતિએ ન્યૂઝ18ગુજરાતી સાથેની વાચચીતમાં જણઆવ્યું કે, મારી પર લાગેલા આરોપોમાં કોઇપણ પ્રકારનું તથ્ય જણાતું નથી. એટલે કે, મેં કોઇ છોકરીને કહ્યું હોય કે, તારે નોકરી કરવી હોય તો મારી સાથે સંબંધ રાખવો પડશે, તો આ અંગેના તમામ પુરાવાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે અને તપાસ કમિટિની પણ રચના થઇ ગઇ છે. તપાસ કમિટિ સામે મારો પક્ષ રજૂ કર્યો છે. હું આમાં કોઇપણ પ્રકારે સામેલ નથી. આવું કૃત્ય અન્ય દ્વારા કરાતું હોવાનું પણ મારા ધ્યાને આવેલ નથી. જો આ પ્રકારનું કૃત્ય થયું હોય તો જેની પણ સાથે થયું હોય તે યોગ્ય પુરાવા આપીને જે તેનું નામ જણાવી દે એટલે યોગ્ય વ્યક્તિને ન્યાય મળે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, 'હું છેકરીઓને બોલાવીને વિવિધ જગ્યાએ લઇ જઇ શારીરિક યૌન શોષણ કરતો હતો આ વાતમાં કોઇ તથ્ય નથી. હું હાથ જોડીને વિનંતી કરું છું કે, નિર્દોષ બહેનો દીકરીઓ જે અહીં ફરજ બજાવે છે તેમની પર ખોટા આક્ષેપ ન નાંખો. આ યૌન શોષણમાં મારું નામ ઉછાળવામાં આવ્યું છે. આ એવા લોકો હોય શકે જેમને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યાં છે. પોલીસ જો તેમની યોગ્ય તપાસ કરશે તો ઘણું ખરું બહાર આવી શકે છે.'
કોરોનાની બીજી લહેર દરમિયાન જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બે હજાર કરતા વધુ દર્દીઓ સારવાર લીધી છે. જેઓની દેખરેખ માટે 500 કરતા વધુ એટેન્ડન્ટની નિમણૂક કરવામા આવી હતી. આ એટેન્ડન્ટ પૈકીની કેટલીક મહિલા એટેન્ડન્ટ દ્વારા તેઓના સુપરવાઈઝર પર ગંભીર આક્ષેપો કરાયા હતા. સુપરવાઈઝર શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો. જો મહિલા એટેન્ડન્ટ તૈયાર ના થાય તો તેને નોકરીમાંથી દૂર કરવામા આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો.
" isDesktop="true" id="1105776" >
જામનગરના કલેકટર, રવિશંકરનાં જણાવ્યા પ્રમાણે, આ બાબતે અમે તાત્કાલિક એક કમિટીની ગઠન કર્યુ છે, જેમાં પ્રાંત અધિકારી, એએસપી અને મેડિકલ કોલેજના ડીન રહેશે. આ લોકોએ છોકરીઓના પણ નિવેદન લીધા છે. જે એટેડન્ટ તરીકે ફરજ બજાવે છે તેમના નિવેદનો પણ લેવાશે. આ બાબતે હકીકત જાણવામાં આવશે અને પછી કાર્યવાહી કરાશે. આ બાબતની ગંભીર નોંધ ગૃહમંત્રી દ્વારા પણ લેવાઈ છે.