Home /News /gujarat /

કચ્છ: સૈન્યની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલીને રુપિયા કમાતો BSFનો જવાન પકડાયો

કચ્છ: સૈન્યની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલીને રુપિયા કમાતો BSFનો જવાન પકડાયો

ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર જમ્મુ-કાશ્મીરના જવાન સજ્જાદ મોહંમદ ઈમ્તિયાઝ

આ શખ્સે ફોન ઉપર ઓટીપી મેળવી પાકિસ્તાનમાં આ ઓટીપી મોકલીને વોટ્સએપ ચાલુ કરાવ્યું હતું.

  ભુજ: કચ્છ (kutch) સરહદે તહેનાત બીએસએફનો (BSF) જવાન જાસુસી કરીને મોબાઈલ ફોનાથી પાકિસ્તાનમાં (Pakistan) માહિતી મોકલતા ઝડપાયો છે. સીમા સુરક્ષા દળની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર જમ્મુ-કાશ્મીરના જવાન સજ્જાદ મોહંમદ ઈમ્તિયાઝને (Sajjad Mohammad Imtiaz) એટીએસની ટીમે ગાંધીધામ સ્થિત બટાલીયન 74/એમાંથી ઝડપી પાડયો છે. વર્ષ 2011માં પાકિસ્તાન ગયા પછી વર્ષ 2012માં સીમા સુરક્ષા દળમાં ભરતી થયેલો સજ્જાદ ડમી નામનું સીમકાર્ડ પણ વાપરતો હતો. આ સાથે પોલીસે માહિતી આપી છે કે, તે નંબર પર એક્ટિવ કરેલું વોટ્સ-એપ પાકિસ્તાનમાં વપરાતું હતું.

  મૂળ જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લાના મંજાકોટ તાલુકાના સરુલા ગામના વતની સજ્જાદ મોહંમદ ઈમ્તિાયઝ હાલમાં સીમા સુરક્ષા દળની 74 બટાલીયનમાં આવેલી ગાંધીધામ સ્થિત એ કંપનીમાં ફરજ બજાવે છે. સજ્જાદ સીમા સુરક્ષા દળની અતિગુપ્ત અને સંવેદનશીલ માહિતી પોતાના મોબાઈલ મારફતે તે પાકિસ્તાન મોકલતો હતો અને તેના બદલામાં તેને રૂપિયા મળતા હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આરોપીને ભુજ ખાતે આવેલી એસઓજીની કચેરીમાં લાવવામાં આવ્યો છે.

  પાકિસ્તાનમાં 46 દિવસ રહ્યો હતો

  એટીએસના નાયબ પોલીસ અિધક્ષક બલવંતસિંહ ચાવડાએ મીડિયાને આ અંગે માહિતી આપી હતી. જેમા તેમણે જણાવ્યુ હતું કે, સજાદ મોહંમદ વર્ષ 2012માં સીમા સુરક્ષા દળમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયો હતો. જુલાઈ-2021થી તે ગાંધીધામ ખાતે બટાલીયન 74ની એ કંપનીમાં ફરજમાં જોડાયો હતો. તેના મોબાઈલ નંબર ૯૬૮ર૩ર૩૯૦૩ની મંગાવી ખરાઈ કરતા તે તેના જ નામનું હતું અને આઈડી પ્રુફ તરીકે તેનું આાધાર કાર્ડ આપ્યું હતું. જેમાં જન્મ તારીખ ૧/૧/૧૯૯રની દર્શાવેલી હતી. આરોપીએ જમ્મુ ખાતેાથી તેના નામનો ભારતીય પાસપોર્ટ નંબર એચ.૯૩પ૮૩૧૪નો કઢાવ્યો હતો જેમાં તેણે જન્મ તારીખ અંગે એફીડેવીટ કરી હતી, જેમાં જન્મ તારીખ ૩૦/૧/૧૯૮પ દર્શાવી હતી. આ પાસપોર્ટ દ્વાર તેણે તા.૧/૧ર/ર૦૧૧ના રોજ અટારી રેલવે સ્ટેશનાથી સમજોતા એક્સપ્રેસ દ્વારા પાકિસ્તાનની મુસાફરી કરી હતી અને પાકિસ્તાન ખાતે તા.૧/૧ર/ર૦૧૧થી ૧૬/૧/ર૦૧ર સુાધી ૪૬ દિવસ રોકાયો હતો તેવું પણ તપાસ દરમિયાન બહાર આવવા પામ્યું છે.

  ત્રિપુરાના વ્યક્તિનું પણ વાપરતો હતો સિમ

  તેના બીજા નંબર ૯૬રર૭૬૮૩૦૧નો મોબાઈલ પર ઉપયોગ કરતો હતો જેને સીડીઆર તપાસતા તે ફોનમાં પણ તેનું જ કાર્ડ હતું. આઈએમઈઆઈ તપાસતા તા.૧૪/૧પ ૧/ર૦ર૧ દરમિયાન આ ફોનમાં ૮રપ૯૯૪૧૬૬૯નું કાર્ડ ઉપયોગ કરાયું હોવાનું પણ તપાસ દરમિયાન બહાર આવવા પામ્યું છે. આ સીમ ત્રિપુરાના ઈન્દ્રનગર ખાતે રહેતા સત્યગોપાલ ઘોષના નામે નોંધાયું છે. સીડીઆર તપાસતા આ સીમ કાર્ડ તા.૭/૧૧/ર૦ર૦માં એક્ટીવ થયું હતું અને તેમાં કંપનીના બે કોલ આવ્યા હતા. તા.૭, ૮, ૯ નવેમ્બર ર૦ર૦ દરમિયાન ફોનમાં એક્ટીવ હતું, તા.૧૦/૧૧/ર૦ર૦થી રપ/૧ર/ર૦ સુધી બંધ હતું અને ર૬/૧ર/ર૦થી ફરી એક્ટીવ કરાયું હતું. તા.૧પ/૧/ર૦ર૧ના આ સીમ એક્ટીવ થયેલ અને તેમાં ૧ર.૩૮.પ૧ વાગે એક એસએમએસ આવ્યો હતો જે વોટ્સએપનો ઓટીપી આવ્યા હોવાનું ખુલવા પામ્યું છે અને ત્યારાથી આ ફોન બંધ છે.

  ભાઇના ખાતામાં જમા થતા હતા રુપિયા

  આ શખ્સે ફોન ઉપર ઓટીપી મેળવી પાકિસ્તાનમાં આ ઓટીપી મોકલીને વોટ્સએપ ચાલુ કરાવ્યું હતું તેના ઉપર ગુપ્ત માહિતી પહોંચાડતો હતો. આ નંબર પર હાલમાં પણ વોટ્સએપ ચાલુ છે તે પાકિસ્તાનમાં કોઈ શખ્સ ઉપયોગ કરે છે અને સજાદના સંપર્કમાં છે. આ સજાદ ગુપ્ત માહિતી બદલ તેના ભાઈ વાજીદ તાથા તેની સાથે નોકરી કરતા મિત્ર ઈકબાલ રશીદના ખાતામાં પૈસા જમા કરાવી મેળવતો હતો. સજ્જાદની તપાસમાં તેની પાસેાથી બે મોબાઈલ, સીમ કાર્ડ તાથા વાધારાના બે સીમ કાર્ડ મળી આવ્યા છે.

  અંકલને પહોંચાડતો હતો માહિતી

  સજાદની પુછપરછમાં માહિતી મળી હતી કે, તેની અંકલ નામના શખ્સ સાથે વાત થતી હતી ત્યારે આ શખ્સ કોણ છે અને તે ગુપ્તચર એજન્સીનો કે આઈએસઆઈનો વ્યક્તિ છે કે કેમ તે દિશા તરફ તપાસ શરુ કરવામાં આવી છે. આરોપી પાસેથી મળી આવેલા બે મોબાઈલ અને સીમ કાર્ડ એફએસએલ માટે મોકલવામાં આવશે. સજ્જાદે અત્યાર સુાધી ભારત તેમજ પાકિસ્તાનના કોની કોની સાથે વાત કરી હતી તેની હકીકતો પ્રકાશમાં આવવા પામશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Kutch, પાકિસ્તાન, ભારત

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन