સોમનાથ મંદિર વિશે ખરાબ ટિપ્પણી કરનાર ઇર્ષાદ રસીદને ગીર સોમનાથ લાવવામાં આવ્યો

સોમનાથ મંદિર વિશે ખરાબ ટિપ્પણી કરનાર ઇર્ષાદ રસીદને ગીર સોમનાથ લાવવામાં આવ્યો

કરોડો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરને લૂંટનાર મહમદ ગઝનીનું સમર્થન કરતો વાયરલ વીડિયો બનાવનાર શખ્સ ગીર સોમનાથ પોલીસના સકંજામાં આવ્યો, આરોપી શખ્સ ઈર્ષાદ રસીદ મદરેસામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું છે

 • Share this:
  દિનેશ સોલંકી, ગીર સોમનાથ : કરોડો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરને લૂંટનાર મહમદ ગઝનીનું સમર્થન કરતો વાયરલ વીડિયો બનાવનાર શખ્સ ગીર સોમનાથ પોલીસના સકંજામાં આવ્યો છે. હરિયાણા પાણીપતથી આરોપીની ધરપકડ કરી ગીર સોમનાથ લાવવામાં આવ્યો છે.

  2019માં હરિયાણાના વિધર્મી યુવક ઇર્ષાદ રસીદે ગુજરાતના સોમનાથ નજીક પાછળના ભાગે આવી દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવને મહંમદ ગઝનવીએ લૂંટયા હોવાને લઇ ગઝનવીને બિરદાવતો પોતાનો સેલ્ફી લેતો વીડિયો બનાવી પોતાની જ યુટ્યુબ ચેનલ પર ‘Jamate aadila hind’ નામના એકાઉન્ટ પર શેર કર્યા હતો અને ત્યારબાદ આ વીડિયો તમામ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના કારણે સમસ્ત હિન્દૂ સમાજની લાગણી દુભાય હતી અને ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટના ધ્યાને આવતા બે દિવસ પહેલા સોમનાથ ટ્રસ્ટ ના મેનેજર દ્વારા ગીર સોમનાથ પોલીસને લેખિત રજુઆત કરવામાં આવી હતી.

  આ પણ વાંચો - અમદાવાદમાં કાલથી રાતના કર્ફ્યૂના સમયમાં ફેરફાર, મોલ-સિનેમાગૃહ શનિ-રવિ બંધ

  જે બાદ ગીર સોમનાથ પોલીસે આ વિધર્મી યુવકની શોધખોળ હાથ ધરી હતી. સાયબર ક્રાઈમના માધ્યમથી ગીર સોમનાથ પોલીસ દ્વારા એકાઉન્ટની તપાસ કરી એક ટીમ બનાવી તેને હરિયાણાના પાણીપત મોકલી હતી. જે ટીમે આરોપી ઈર્ષાદ રસીદને હરિયાણાના પાણીપતથી ઝડપી પાડ્યો અને ગીર સોમનાથ લાવવામાં આવ્યો છે. આરોપી શખ્સ ઈર્ષાદ રસીદ મદરેસામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું છે.

  સોમનાથ નજીકના પ્રભાસ પાટણ પોલીસમાં આરોપી વિરુદ્ધ આઈ.પી.સી.ની કલમ 153/A, 295/A મુજબ ગુનો નોંધાયો છે. ગીર સોમનાથ પોલીસ આવતીકાલે વેરાવલ કોર્ટમાં આરોપી ઈર્ષાદ રસીદના રિમાંડની માંગ કરશે. પોલીસનું કહેવું છે કે ઈર્ષાદ રસીદની પૂછપરછ કરવાની બાકી છે. પોલીસ એ જાણવા માગે છે કે ઈર્ષાદ રસીદે જ્યારે 2019માં સોમનાથ નજીક વીડિયો બનાવ્યો ત્યારે તેમની સાથે કોણ હતું. સ્થાનિક કોઈ હતું કે નહીં અથવા અન્ય ક્યાંય વીડિયો બનાવ્યા છે કે નહીં તે પણ પૂછપરછ કરશે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરાશે.
  Published by:Ashish Goyal
  First published: