'બાપુ માફી નહીં માંગે,' ઇન્દ્રભારતી બાપુ મોરારિબાપુના સમર્થનમાં આવ્યા

News18 Gujarati
Updated: September 9, 2019, 3:41 PM IST
'બાપુ માફી નહીં માંગે,' ઇન્દ્રભારતી બાપુ મોરારિબાપુના સમર્થનમાં આવ્યા
મોરારિબાપુએ (MorariBapu) નીલકંઠવર્ણી (Nilkanthvarni) અંગે કરેલી ટિપ્પણી બાદ સ્વામીનારાયણ (Swaminarayan) સંપ્રદાયે મોરારી બાપુ સામે પોસ્ટકાર્ડ (Postcard) વિરોધ શરૂ કર્યો છે.

મોરારિબાપુએ (MorariBapu) નીલકંઠવર્ણી (Nilkanthvarni) અંગે કરેલી ટિપ્પણી બાદ સ્વામીનારાયણ (Swaminarayan) સંપ્રદાયે મોરારી બાપુ સામે પોસ્ટકાર્ડ (Postcard) વિરોધ શરૂ કર્યો છે.

  • Share this:
અતુલ વ્યાસ, જૂનાગઢ : થોડા દિવસો પહેલાં મોરારિબાપુ (Morari Bapu)એ નીલકંઠવર્ણી (Nilkanthvarni) અંગે કરેલી ટિપ્પણી બાદ ગુજરાતના (Gujarat) ધર્મ જગતમાં યુદ્ધ ફાટી નીકળ્યું હતું. મોરારી બાપુના લાડુડી વાળા નિવેદનથી નારાજ થયેલા સ્વામીનારાયણ (Swaminarayan) સંપ્રદાયે મોરારિ બાપુ સામે પોસ્ટકાર્ડ (Postcard) યુદ્ધ શરૂ કર્યુ છે. સ્વામીનારાયણ સંપ્રદાયના અનેક સંતોએ મોરારિ બાપુ માફી માંગે તેવી માંગણી કરી છે. આ મામલે મોરારિ બાપુ 'મિચ્છામી દુક્કડમ' કહી ચુક્યા છે. જોકે, હવે જૂનાગઢ (Junagadh)ના સાધુ સમાજમાંથી મોરારિ બાપુની તરફેણમાં રૂદ્રદેશ્વર જાગીર ભારતી આશ્રમ (Rudreshwar Jagir Bharti ashram)જૂનાગઢ અને ઘાંટવડના મહંત ઇન્દ્રભારતીબાપુ (indrabharti Bapu) આવ્યા છે. ઇન્દ્રભારતીબાપુએ એક વીડિયોના (video) માધ્યમથી કહ્યું છે કે ' ' મોરારી બાપુ માફી શું કામ માંગે, મોરારી બાપુ માફી નહીં માંગે અમે મોરારી બાપુને માફી માંગવા નહીં દઈએ'

ઇન્દ્રભારતી બાપુએ વીડિયોમાં કહ્યું, “ સમગ્ર ગુજરાતમાં મોરારી બાપુના સત્ય નિવેદનથી સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ કહે છે કે મોરારી બાપુ માફી માંગે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ કહે છે કે મોરારી બાપુ માફી માંગે, મોરારી બાપુ શું કામ માફી માંગે? નિલકંઠ તો નિલકંઠ જ હોય અને નિલકંઠ મહાદેવ જ કહેવાય! મોરારી બાપુ અમારો બાપ છે. અમારો ધર્મ પ્રચારક છે. મોરારી બાપુ કોઈ પણ હિસાબે માફી નહીં માંગે અમે માફી માંગવા નહીં દઈએ. એમણે રાષ્ટ્રમાં ધર્મનો પ્રચાર કર્યો છે, આવા વ્યક્તિને માફી માંગવાનું કહો છો, તુચ્છ ગણો છો?

આ પણ વાંચો :ગઢડામાં 12 વર્ષ પછી નીકળી જળજીલણ યાત્રા, મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા

બાપુ આવા લોકો પાસે માફી ન મંગાય

સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય જે છે તે તો ગ્રહસ્થ પરંપરામાં છે. આજે હું સ્વામિનારાયણના સંતોને એક પ્રશ્ન કહેવા માગુ છું કે, તમારી પાસે જે સેવકો આવે છે તેને તમે ક્યાં હાથે આશિર્વાદ આપવા માગો છો. જમણા હાથે આશિર્વાદ આપોને તમે પણ. દરેક સંપ્રદાય અને ધર્મની અંદર જમણા હાથે આશિર્વાદ દેવાય છે. સ્વામિનારાયણ મંદિરની અંદર જે મૂર્તિઓ છે તે મૂર્તિઓના હાથ જોજો પહેલા અને ડાબા હાથે આશિર્વાદ આપે છે. એક સારા અને વરિષ્ઠ સાધુ પાસે તમે માફી મંગાવશો તો અમે માફી મંગાવવા જ નહીં દઇએ. બાપુ આવા લોકો પાસે માફી ન મંગાય.

સીધા હાથે આશિર્વાદ આપે તેને પૂજોઅમારો ધર્મ સનાતન છે કોઇ સંપ્રદાય નથી. આપણા ધર્મ ઉપર વિદ્રોદીઓ આક્રમણ કરી રહ્યા છે અને તમે એમ કહો છો કે અમે સ્વામિનારાયણ છીએ પણ આ બધુ મુકો અને આપણે એક હિન્દુ છીએ. આપણા ધર્મનું રક્ષણ કરો. ઉંધા હાથે આશિર્વાદ આપે તે શું તમને આશિર્વાદ સુખી કરશે, સીધા હાથે આશિર્વાદ આપે તેને પૂજો. અનાદિકાળથી લિંગ પૂજા ચાલી આવે છે તો તેનો અનાદર ન કરો. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને વિનંતી છે કે તમે વિવાદમાં ન પડો અને મોરારિ બાપુ માફી નહીં માંગે.

શું છે વિવાદ ?

જાણીતા રામ કથાકાર મોરારીબાપુ ફરીવાર વિવાદમાં સપડાયા. તેમણે એક કથામાં કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. જો કોઈ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો એ શિવ નથી પણ બનાવટી નીલકંઠ છે. હવેના સમયમાં નીલકંઠનું છેતરામણું રૂપ આવતું જાય છે. જેમણે ઝેર પીધું તે નીલકંઠ છે. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન કહેવાય. મોરારીબાપુની આ વાત સાંભળીને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી છે. તેને કારણે સ્વામીનારાયણ સંપ્રદાયમાં રોષની લાગણી પણ જોવા મળી. બાપુના નીલકંઠવર્ણી પર કટાક્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો નારાજ થયા છે.
First published: September 9, 2019, 2:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading